Assembly Elections 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે શનિવારે (23 નવેમ્બર) મતગણતરી શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં એક તબક્કામાં 288 બેઠકો પર મતદાન થયું હતું, જ્યારે ઝારખંડમાં 81 બેઠકો પર મતદાન થયું હતું. મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધન
શું લખ્યું છે એફિડેવિટમાં?
હવે ઉદ્ધવ જૂથ અને શરદ પવારના નેતાઓને એક એફિડેવિટ કરવાનું કહેવામાં આવ્યું છે. વાસ્તવમાં એનસીપી (એસપી) અને શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતાઓ તરફથી એફિડેવિટ કરવામાં આવી છે. એફિડેવિટમાં લખવામાં આવ્યું છે કે ચૂંટાયા બાદ તમામ નેતાઓ પાર્ટી સાથે રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ પાર્ટી તૂટ્યાને ધ્યાનમાં રાખીને બંને પક્ષો ભવિષ્યમાં ફરીવાર પાર્ટી તૂટે નહી તેનું ધ્યાન રાખી રહ્યા છે.
કોણે કેટલી બેઠકો પર લડી ચૂંટણી?
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કુલ 288 બેઠકોમાંથી ભાજપ 148 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. શિવસેના (શિંદે જૂથ) 80 બેઠકો પર, એનસીપી (અજિત પવાર) 65 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. આ સિવાય કોંગ્રેસ 125 સીટો પર અને એનસીપી (એસપી) 90 સીટો પર ચૂંટણી લડી રહી છે. આ સાથે શિવસેના (ઉદ્ધવ જૂથ) 75 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.
ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને મહાયુતિ ગઠબંધન તરફથી મુખ્ય દાવેદાર માનવામાં આવે છે. આ સિવાય હાલના મુખ્યમંત્રી એકનાથ શિંદે (શિવસેના-શિંદે જૂથ) બીજા સ્થાને છે. અજિત પવાર (એનસીપી જૂથ) પણ સંભવિત વિકલ્પ છે.
જો આપણે મહાવિકાસ અઘાડી (MVA) ગઠબંધનની વાત કરીએ તો ઉદ્ધવ ઠાકરે (શિવસેના ઉદ્ધવ જૂથ) અહીં મુખ્ય ચહેરો છે. એનસીપીના વરિષ્ઠ નેતા શરદ પવાર પણ છે. જો કે કોંગ્રેસે હજુ સુધી મુખ્યમંત્રી પદ માટે કોઈ દાવો કર્યો નથી.
મહારાષ્ટ્રમાં ભાજપ 131 સીટો પર, શિવસેના (શિંદે) 48 સીટો પર, એનસીપી (અજિત પવાર) 31 સીટો પર આગળ છે. કોંગ્રેસ 35 બેઠકો પર, શિવસેના (ઉદ્ધવ) 20 બેઠકો પર અને શરદ પવારની એનસીપી 10 બેઠકો પર આગળ છે. મહારાષ્ટ્રમાં ભાજપે 2014માં સૌથી વધુ 122 બેઠકો જીતી હતી. જો વલણો પરિણામોમાં પરિવર્તિત થાય છે, તો ભાજપ મહારાષ્ટ્રમાં ઓલ ટાઇમ હાઇ રેકોર્ડ બનાવી લેશે.