મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા રાજ્યની જનતાને સંબોધિત કરી રહ્યાં છે. ઉદ્વવે લોકોને સંબોધિત કરતાં કહ્યું કે, જનતા લૉકડાઉનના નિયમોનુ પાલન કર્યુ છે. જોકે, હજુ કોરોના સંકટ ખતમ નથી થયુ. સરકાર તરફથી સામાન્ય જીવનને પાટા પર લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. તેમને કહ્યું કે, લોકોએ આ દરમિયાન સંયમ બતાવ્યો છે, અને રાજ્ય સરકારનો ભરપૂર સાથ આપ્યો છે.


મુખ્યમંત્રીએ કહ્યું કે, હાલ રાજનીતિ પર વાત નહીં કરવા માંગુ, પરંતુ આનો અર્થ એ નથી કે મારી પાસે જવાબ નથી. મહારાષ્ટ્રને બદનામ કરવાની કોશિશ કરાઇ રહી છે. એટલા માટે મહારાષ્ટ્રની બદનામી પર વાત કરીશ.

ઉદ્વવએ કોરોનાને લઇને કહ્યું કે, સંક્રમણની રોકથામમાં લોકોએ સાથ આપ્યો છે. હું બધાનો આભારી છું. કોરોનાને લઇને તમારે ડરવાની જરૂર નથી. તમે સમજદાર રહો, અમે જવાબદાર રહીશું. થોડીક જવાબદારી તમે ઉઠાવો, થોડીક અમે ઉઠાવીશુ. દેશભરમાં મહારાષ્ટ્ર જ એ રાજ્ય છે જ્યાં કોરોના સૌથી વધુ કેસો સામે આવ્યા છે. ઉદ્વવે કોરોનાને લઇને કહ્યું કે આપણે વધારે સાવધાની રાખવાની જરૂર છે.

ઉદ્વવે કહ્યું કે 15 સપ્ટેમ્બરે અમે એક અભિયાન શરૂ કરી રહ્યાં છીએ, જે આપણા મહારાષ્ટ્રને પ્રેમ કરે છે તેવા લોકો આમાં પોતાની જવાબદારી નિભાવશે. મહારાષ્ટ્ર આપણુ પરિવાર છે. આને સુરક્ષિત રાખવુ આપણી જવાબદારી છે. અમે આ આ અભિયાનનુ નામ મારો પરિવાર, મારી જવાબદારી રાખ્યુ છે. માસ્ક જ અમારુ બ્લેક બેલ્ટ છે, આ જ અમને સુરક્ષિત રાખશે.

અભિનેત્રી કંગના રનૌત, શિવસેના અને મહારાષ્ટ્ર સરકારની વચ્ચે તણાવ યથાવત છે. ઉદ્વવ ઠાકરેએ પોતાના સંબોધનમાં કંગના કે પૂર્વ સૈનિકની પીટાઇ પર કંઇપણ કહ્યું ન હતુ.