Action Against Shinde Group: મહારાષ્ટ્ર(Maharashtra)માં એકનાથ શિંદેની શિવસેના અને ઉદ્ધવ ઠાકરે(uddhav thackeray)ની શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. બંને તરફથી વાર પલટવારનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે. હવે સૂત્રો પાસેથી સમાચાર મળી રહ્યા છે કે ઉદ્ધવ ઠાકરે બળવાખોર એકનાથ શિંદે સહિત કુલ 7 મંત્રીઓને બરતરફ કરી શકે છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલને પત્ર લખીને આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરવા જઈ રહ્યા છે. તો આજે કારોબારીની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને પક્ષમાંથી હાંકી કાઢ્યા નથી, પરંતુ પક્ષમાં તેમનું સ્થાન જાળવી રાખ્યું છે.


સમાચાર અનુસાર, એકનાથ શિંદેની સાથે જે મંત્રીઓના નામ સામે આવી રહ્યા છે તેમાં ગુલાબરાવ પાટીલ, દાદા ભુસે, સંદીપાન ભુમરે, શંભુરાજે દેસાઈ, અબ્દુલ સત્તાર અને બચ્ચુ કડુ પર કાર્યવાહીની તલવાર લટકી રહી છે. એકનાથ શિંદેની સાથે આ મંત્રીઓએ પણ શિવસેના સાથે બળવો કર્યો છે. આજે મળેલી કારોબારી સમિતિની બેઠક બાદ આ નેતાઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.


ડેપ્યુટી સ્પીકરે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને નોટિસ મોકલી છે


આ હંગામા વચ્ચે ડેપ્યુટી સ્પીકરે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને નોટિસ પાઠવી છે અને તમામ ધારાસભ્યોને 27 જૂને સાંજે 5.30 વાગ્યા સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. આ નોટિસ મુજબ જો આ બળવાખોર ધારાસભ્યો નોટિસનો જવાબ નહીં આપે તો એમ માની લેવામાં આવશે કે તેમની પાસે જવાબ આપવા માટે કંઈ નથી અને આગળની પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ શિવસેનાએ આજની કાર્યકારિણી બેઠકમાં હાજર ન રહેવા બદલ ગેરલાયકની નોટિસ પણ જારી કરી છે.


શિંદે ગ્રુપ તરફથી નોટિસનો જવાબ આવ્યો


રાજ્યપાલની નોટિસનો જવાબ આપતા એકનાથ શિંદે(Eknath Shinde)  ગ્રુપના બળવાખોર ધારાસભ્ય દીપક કેસરકરે(Deepak Kesarkar)કહ્યું છે કે અમે શિવસેનામાંથી બહાર નથી નિકળ્યા. અમે હજુ શિવસેના છોડી નથી. હા, અમારા પક્ષનું નામ શિવસેના (બાળાસાહેબ) ચોક્કસપણે રાખ્યું છે. આ સાથે કેસરકરે કહ્યું કે હવે તે નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવશે જેમાં એકનાથ શિંદેને વિધાયક દળના નેતા પદેથી હટાવવામાં આવ્યા છે.