ઉદ્ધવ ઠાકરેના નિવેદન બાદ એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું કે આ તેમનો અભિપ્રાય હોઈ શકે છે. તેમણે કહ્યું કે અમે સીએએ વિરુદ્ધ વોટ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સીએએ વિરુદ્ધ કૉંગ્રેસે પણ છે પરંતુ શિવસેનાએ ઘણીવાર સીએએનો પક્ષ લીધો છે. સીએએ વિરુદ્ધ અને તેના સમર્થનમાં મુંબઈમાં અનેક રેલીઓ થઈ ચુકી છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, “સીએએ અને એનઆરસી બન્ને અલગ છે અને એનપીઆર અલગ છે. સીએએ લાગુ થવા પર કોઈને ચિંતા કરવાની જરૂર નથી. રાજ્યમાં એનઆરસી નથી અને તેને લાગુ કરવામાં આવશે નહીં. ” આ ઉપરાંત તેમણે કહ્યું કે, “જો એનઆરસી લાગુ કરવામાં આવશે તો આ માત્ર હિંદુ કે મુસ્લિમ જ નહીં પણ આદિવાસીઓને પણ પ્રભાવિત કરશે. કેન્દ્ર સરકારે હાલમાં એનઆરસી પર ચર્ચા કરી નથી. એનપીઆર એક મતગણતરી છે, અને મને નથી લાગતું કે કોઈ પણ તેનાથી પ્રભાવિત થશે, કારણ કે દર દસ વર્ષે મતગણતરી થાય છે.”