UGC Announcement: વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (UGC) એ એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ હવે તમામ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં એડમિશન માટે વિશ્વવિદ્યાલય સંયુક્ત પ્રવેશ પરીક્ષા (CUET)ને ફરજિયાત કરી દેવામાં આવી છે, એટલે કે યૂનિવર્સિટીમાં પ્રવેશ માટે પરીક્ષા આપવી ફરજિયાત રહેશે, એટલે કે જો 12માં ધોરણમાં વધારે માર્ક્સ નથી મેળવ્યા, તો કોઇ ખાસ ફરક નહીં પડે. કેમ કે હવે વિશ્વ વિદ્યાલયોમાં એડમિશન , CUET માં પ્રાપ્ત નંબરોના આધાર પર રહેશે. આનાથી વિદ્યાર્થીઓને 90 ટકાથી વધારે નંબર મેળવનારાઓની રેસમાંથી રાહત મળી જશે. આ નિયમ કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય અને તેનાથી સંલંગ્ન કૉલેજોમાં અન્ડરગ્રેજ્યુએટ એડમિશન માટે લાગુ થશે.


UGC અનુસાર, આ નિયમ 2022-23 શૈક્ષણિક સત્રથી લાગુ થઇ જશે. જોકે વિશ્વ વિદ્યાલયોને બોર્ડ એક્ઝામના માર્ક્સને લઇને ન્યૂનત્તમ પાત્રતા નિર્ધારિત કરવાની અનુમતિ હશે. 


2 એપ્રિલથી શરુ થશે આવેદન 
2 એપ્રિલથી ઓનલાઈન આવેદનની પ્રકિયા શરુ થઇ જશે, જે 30 એપ્રિલ સુધી ચાલશે. કેંડીડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ https://cuet.samarth.ac.in/ પર જઈને આવેદન કરી શકશે. કંપ્યૂટર બેસ્ડ CUET પરીક્ષા 13 ભાષાઓમાં આયોજિત થશે. 12માં ધોરણમાં પાસ થયા અબળ આ એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટ સ્કોરનાં આધાર પર દેશની 45 સેન્ટ્રલ યુનીવર્સીટીમાં અન્ડરગ્રેજુએટ પ્રોગ્રામમાં એડમીશન મળશે. સ્ટેટ, પ્રાઈવેટ કે ડીમ્ડ યુનીવર્સીટી આ સ્કોરનાં માધ્યમથી યૂજીમાં એડમીશન આપવા માટે સ્વતંત્ર છે. ઓબ્જેક્ટીવ પરીક્ષા થશે જેમાં MCQ આધારિત સવાલ હશે. 


12માનાં સિલેબસનાં આધાર પર પૂછવામાં આવશે સવાલ 
CUETમાં પ્રશ્નો એનસીઈઆરટીનાં 12માંનાં સિલેબસનાં આધાર પર જ પૂછવામાં આવશે. આ વર્ષે 12મુ પાસ કરનાર વિદ્યાર્થીઓ સાથે સાથે 2021નાં 12માંનાં છાત્રો પણ યુનીવર્સીટી તરફથી એડમીશનની મંજૂરી મળવા પર 2022નાં CUETમાં બેસી શકે છે. 


આ 13 ભાષામાં થશે પરીક્ષા 
નોટીફિકેશન અનુસાર, CUET અંગ્રેજી, હિંદી સિવાય  તમિલ, તેલુગૂ, કન્નડ, બાંગ્લા, ઉડિયા, પંજાબી, મરાઠી, ગુજરાતી, મલયાલમ, ઉર્દૂ, અસમી આમ કુલ 13 ભાષામાં આયોજિત થશે. જેમાં છાત્રો પોતાની ઇચ્છાનુસાર ભાષા પસંદ કરવા માટે સ્વતંત્ર હશે. 


6 વિષય પસંદ કરવા મળશે 
યૂજી પ્રોગ્રામનાં આધાર પર CUETમાં 27 ડોમેનમાંથી ક અને વધારેમાં વધારે 6 વિષય પસંદ કરવાનો વિકલ્પ હશે, જેમ બાયોલોજી કે બાયોટેકનોલોજી, અકાઉન્ટન્સી કે કંપ્યૂટર અકાઉન્ટન્સી, કમ્પ્યૂટર સાઈન્સ કે ઇન્ફોર્મેટીવ પ્રેક્ટીસ, બીઝનેસ સ્ટડીસ , કેમેસ્ટ્રી, ઇકોનોમિકસ, કથક, ડ્રામા, થીએટર, મ્યૂઝિક વગેરે જેવા જનરલ સબ્જેક્ટ હશે. 


પરીક્ષા પેટર્ન 


આ નવી પરીક્ષા પ્રણાલી સીયૂઈટીનાં 3 ભાગ હશે. સેક્શન એ જેમાં હિંદી, અંગ્રેજી સિવાય 13 ભારતીય ભાષાઓ પર આધારિત પરીક્ષા થશે, જે બધા વિદ્યાર્થીઓ માટે ફરજીયાત હશે. આમાં 50 સવાલ હશે, જેમાં સમયનું ખાસ ધ્યાન રાખવું પડશે. લગભગ 45 મિનિટમાં 40નો જવાબ આપવાનો રહેશે. 


સેક્શન બી ફોરેન ભાષાઓ કે પછી લીટરેચર ભણનાર વિદ્યાર્થીઓ માટે ઓપ્શનલ રહેશે. 


સેક્શન 2 
સેક્શન 2માં વિદ્યાર્થીઓ પોતાના મનપસંદ ડોમેનમાંથી ઓછામાં ઓછો એક અને વધારેમાં વધારે 6 વિષય પસંદ કરી શકશે. આ પેપરમાં વિદ્યાર્થીઓને હિંદી, અંગ્રેજી સહીત 13 ભાષાઓમાં લખવાનો વિકલ્પ મળશે. અહી 50 mcq પૂછવામાં આવશે. જેમાં સમય 45 મિનિટનો રહેશે. 


ત્રીજું સેક્શન જનરલ પેપરનું હશે. આમાં જનરલ ટેસ્ટ લેવામાં આવશે. આમાં 60 મિનિટમાં 75 સવાલોમાંથી 60નો જવાબ આપવાનો રહેશે. 


Education Loan Information:

Calculate Education Loan EMI