UGC Discontinues M.Phil Degree: યૂનિવર્સિટી ગ્રાન્ટ કમિશને મોટો નિર્ણય લેતા આજે એમ.ફિલની ડિગ્રી નાબૂદ કરી દીધી છે. હવેથી કોઈપણ કૉલેજમાં એમ.ફિલમાં પ્રવેશ મળશે નહીં. આ સંદર્ભે યૂજીસીએ કૉલેજોને નૉટિસ પાઠવી સૂચનાઓ આપી છે. કૉલેજોની સાથે UGC સેક્રેટરી મનીષ જોશીએ પણ વિદ્યાર્થીઓને આ કોર્સમાં પ્રવેશ ના લેવા વિનંતી કરી છે. મતલબ કે હવેથી એમ.ફીલ કોર્સની માન્યતા બંધ કરી દેવામાં આવી છે. યૂજીસીએ આજે ​​જ માસ્ટર ઓફ ફિલોસોફીની ડિગ્રી બંધ કરવાનો આદેશ પસાર કર્યો છે.


શું લખ્યું છે નૉટિસમાં  
આ સંદર્ભમાં જાહેર કરાયેલી નૉટિસમાં યૂજીસીએ કહ્યું છે કે એમ.ફિલ એ માન્યતા પ્રાપ્ત ડિગ્રી નથી. તમને જણાવી દઈએ કે એમ.ફિલ એટલે કે માસ્ટર ઓફ ફિલોસોફી એ બે વર્ષનો અનુસ્નાતક શૈક્ષણિક સંશોધન કાર્યક્રમ છે જે પીએચડી માટે કામચલાઉ નોંધણી તરીકે પણ કામ કરે છે. જોકે, આજથી યૂજીસીએ આ ડિગ્રીની માન્યતા ખતમ કરીને તેને બંધ કરી દીધી છે.


કેટલીક યૂનિવર્સિટીઓ લઇ રહી હતી એડમિશન  
યૂજીસીએ નૉટિસમાં સ્પષ્ટપણે લખ્યું છે કે તેના ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક યૂનિવર્સિટીઓ એમ.ફીલ એટલે કે માસ્ટર ઓફ ફિલોસોફી કોર્સમાં નવેસરથી પ્રવેશ માટે આમંત્રણ આપી રહી છે. આ અંગે યૂજીસીનું કહેવું છે કે આ ડિગ્રીને માન્યતા નથી. તેથી ના તો કૉલેજોએ આ ડિગ્રી માટે પ્રવેશ માટે આમંત્રણ આપવું જોઈએ કે ના તો વિદ્યાર્થીઓએ આ અભ્યાસક્રમમાં પ્રવેશ લેવો જોઈએ.


એનઇપી અંતર્ગત આપવામાં આવી હતી પ્રપૉઝલ 
તમને જણાવી દઈએ કે એમ.ફિલ ડિગ્રી આર્ટસ અને હ્યૂમેનિટીઝ, સાયન્સ, મેનેજમેન્ટ, સાયકોલોજી અને કોમર્સ વગેરેમાં લેવામાં આવે છે. આ અંગે બનેલા નિયમનો ઉલ્લેખ કરતા UGCએ કહ્યું છે કે આ ડિગ્રી અમાન્ય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં આ ડિગ્રી બંધ કરવાની ભલામણ કરવામાં આવી હતી. તેને આ વર્ષથી અમાન્ય જાહેર કરવામાં આવ્યો છે. તેથી જ યુજીસીએ કોલેજો અને વિદ્યાર્થીઓ બંનેને આ ડિગ્રી કોર્સમાં પ્રવેશ ના લેવા વિનંતી કરી છે. યૂનિવર્સિટીઓને આ દિશામાં તાત્કાલિક પગલાં ભરવા અને આ કોર્સમાં પ્રવેશ લેવાની પ્રક્રિયા તાત્કાલિક અસરથી બંધ કરવા વિનંતી કરવામાં આવી છે.


                                      


Education Loan Information:

Calculate Education Loan EMI