સરકાર ટૂંક સમયમાં એક નવો નિયમ લાગુ કરશે. હોટલ અને ઇવેન્ટ આયોજકોને હવે આધાર કાર્ડની ફોટોકોપી લેવાની જરૂર રહેશે નહીં. તેના બદલે તેમને નવી ડિજિટલ વેરિફિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની જરૂર પડશે. આનાથી આધાર કાયદાનું પાલન સુનિશ્ચિત થશે અને ડેટા લીક થવાનું જોખમ ઘટશે. આ ફેરફાર જનતા માટે પણ અનુકૂળ રહેશે. આધાર કાર્ડની ફોટોકોપી રાખવી એ આધાર કાયદાનું ઉલ્લંઘન છે.

Continues below advertisement

UIDAIના CEO ભુવનેશ કુમારે જણાવ્યું હતું કે આધાર સંબંધિત વેરિફિકેશનમાં સામેલ તમામ સંસ્થાઓ, જેમ કે હોટલ અને ઇવેન્ટ આયોજકોને હવે સિસ્ટમ સાથે નોંધણી કરાવવાની જરૂર પડશે. તેમને નવી વેરિફિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની જરૂર પડશે. આ સિસ્ટમ QR કોડ સ્કેન કરીને અથવા નવી આધાર મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને વેરિફિકેશનની મંજૂરી આપશે. આ નવો નિયમ ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. તેનો હેતુ કાગળ આધારિત આધાર વેરિફિકેશનને બંધ કરવાનો છે.

UIDAI કરી રહ્યું છે એક એપનું ટેસ્ટિંગ 

Continues below advertisement

વેરિફિકેશનની આ નવી પદ્ધતિ મધ્યસ્થી સર્વર સાથેની સમસ્યાઓને પણ દૂર કરશે. જે સંસ્થાઓને ઓફલાઇન વેરિફિકેશનની જરૂર હોય છે તેમને API (એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ) પ્રદાન કરવામાં આવશે. આનાથી તેઓ આ વેરિફિકેશન સિસ્ટમને તેમના સોફ્ટવેરમાં જોડી શકશે.

UIDAI એક નવી એપનું પણ પરીક્ષણ કરી રહ્યું છે. આ એપ દર વખતે સેન્ટ્રલ સર્વર સાથે કનેક્ટ થયા વિના એપ-ટુ-એપ વેરિફિકેશનને સક્ષમ બનાવશે. આ એપનો ઉપયોગ એરપોર્ટ અને એવી દુકાન પર કરવામાં આવશે જ્યાં ઉંમરના આધારે માલસામાન વેચવામાં આવે છે. 

ભુવનેશ કુમારે જણાવ્યું હતું કે આ નવી પદ્ધતિ આધારની પ્રાઈવેસીને વધુ મજબૂત બનાવશે. આધારની ફોટોકોપી રાખવા સાથે સંકળાયેલા જોખમો પણ દૂર થશે. તેમણે કહ્યું, "યુઝર્સની ગોપનીયતા સુરક્ષિત રહેશે અને તેમના આધાર ડેટા લીક થવાનો કે દુરુપયોગ થવાનો કોઈ જોખમ રહેશે નહીં."

સરકાર શું ઇચ્છે છે?

આ એપ આગામી ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટને પણ સમર્થન આપશે, જે 18 મહિનામાં સંપૂર્ણપણે લાગુ કરવામાં આવશે. લોકો આ એપ દ્ધારા તેમના અપડેટેડ એડ્રેસ પ્રૂફ પણ અપલોડ કરી શકશે. વધુમાં જે પરિવારના સભ્યો પાસે મોબાઇલ ફોન નથી તેમને પણ આ એપમાં ઉમેરી શકાય છે.

આ નવો નિયમ આધાર કાયદાનું પાલન સુનિશ્ચિત કરશે. અગાઉ વિવિધ સ્થળોએ આધાર કાર્ડની ફોટોકોપી એકત્રિત કરવામાં આવતી હતી, જેનાથી ડેટા લીક થવાનું જોખમ રહેલું હતું. હવે, આ પ્રક્રિયાને ડિજિટાઇઝ કરવામાં આવશે. આનાથી માત્ર સુરક્ષામાં વધારો થશે નહીં પરંતુ વેરિફિકેશનને પણ સરળ બનાવવામાં આવશે.

આ ફેરફાર જનતા માટે પણ ફાયદાકારક રહેશે. તેમને હવે દરેક જગ્યાએ તેમના આધાર કાર્ડની ફોટોકોપી સાથે રાખવાની જરૂર રહેશે નહીં. તેઓ મોબાઇલ એપ્લિકેશન દ્ધારા સરળતાથી તેમના આધાર વેરિફાઈ કરી શકશે. ડિજિટલ ઇન્ડિયા તરફ આ બીજું એક મહત્વપૂર્ણ પગલું છે.