નવી દિલ્હી:  ભારતીય પ્રવાસીઓ યુનાઇટેડ કિંગડમના કેટલાક ભાગોમાં તાજેતરની ઘટનાઓથી વાકેફ હશે. લંડનમાં ભારતીય હાઈ કમિશન પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. ભારતના પ્રવાસીઓને યુકેમાં મુસાફરી કરતી વખતે તકેદારી રાખવા અને યોગ્ય સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.






બ્રિટનમાં પ્રવાસી નાગરિકો વિરુદ્ધ હિંસક અથડામણ થઈ રહી છે. એક કાર્યક્રમ દરમિયાન હુમલામાં ત્રણ બાળકોની હત્યાના વિરોધમાં હિંસા ફાટી નિકળી છે. મોટી સંખ્યામાં દેખાવકારોની પોલીસ સાથે અથડામણ થઈ છે. આ બધાની વચ્ચે લંડનમાં ભારતના હાઈ કમિશને બ્રિટનમાં પ્રવાસ કરતા ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. તેમણે ભારતથી આવતા પ્રવાસીઓને બ્રિટનની યાત્રા દરમિયાન સાવચેત રહેવા અને સાવધાની રાખવાની સલાહ આપી છે. 


એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ કટોકટીની સ્થિતિમાં, નીચે આપેલી વિગતો અનુસાર ભારતીય હાઈ કમિશનનો સંપર્ક કરી શકાય છે.


ભારતીય હાઈ કમિશન, લંડન:


સરનામું: ઇન્ડિયા હાઉસ, એલ્ડવિચ, લંડન WC2B 4NA
ફોન: +44 (0) 20 7836 9147
ઈમેલ: inf.london@mea.gov.in


લંડનમાં હિંસા કેમ ફેલાઈ ? 


ઉત્તર-પશ્ચિમ ઇંગ્લેન્ડના સાઉથપોર્ટમાં ત્રણ શાળાની વિદ્યાર્થિનીઓને છરીના ઘા મારીને હત્યા કરવામાં આવ્યા પછી, લંડનના રસ્તાઓ પર ઘણા દિવસો સુધી હિંસક પ્રદર્શનો થયા. જે બાદ રવિવારે રોધરહામ, મિડલ્સબ્રો, બોલ્ટન અને બ્રિટનના અન્ય ભાગોમાંથી પોલીસ અધિકારીઓ દ્વારા સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ઈન્ટરનેટ પર અફવા ફેલાઈ હતી કે મહિલા વિદ્યાર્થીઓની હત્યા કરનાર શંકાસ્પદ વ્યક્તિ એક પ્રવાસી છે જે ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ્યો હતો. આ પછી પ્રવાસી વિરોધી ટોળાએ મસ્જિદો અને હોટલોને નિશાન બનાવી જ્યાં શરણાર્થીઓ રોકાયા હતા.


પીએમ સ્ટૉર્મરએ તોફાનીઓને ચેતવણી આપી


બ્રિટિશ વડા પ્રધાન કેઅર સ્ટૉર્મરએ સોમવારે '10 ડાઉનિંગ સ્ટ્રીટ' ખાતે વરિષ્ઠ પ્રધાનો અને પોલીસ વડાઓની એક બેઠક બોલાવી છે. દેશના ઘણા શહેરોમાં  થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને આ બેઠક બોલાવવામાં આવી છે. 10 ડાઉનિંગ સ્ટ્રીટ એ બ્રિટિશ વડા પ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય છે.