યુક્રેનથી પરત ફરેલા મેડિકલ વિદ્યાર્થીઓને MBBSની ફાઇનલ પરીક્ષા (ભાગ 1 અને ભાગ 2) પાસ કરવા માટે વન-ટાઇમ ઓપ્શનનો વિકલ્પ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે આ અંગે સુપ્રીમ કોર્ટને જાણ કરી છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓને MBBSની અંતિમ પરીક્ષા પાસ કરવાની તક આપવામાં આવશે. આ પછી આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં તેના આધારે વધુ છૂટની માંગ કરી શકશે નહીં.






સરકારના જણાવ્યા અનુસાર યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓની ફાઇનલ પરીક્ષા (ભાગ-1 અને ભાગ-2) એમબીબીએસ પરીક્ષાની પેટર્ન પર હશે. તેઓએ એક વર્ષમાં પરીક્ષા પાસ કરવી પડશે. સરકારે સ્પષ્ટ કર્યું કે આવા વિદ્યાર્થીઓ માટે અંતિમ પરીક્ષા પાસ કરવાની આ છેલ્લી તક હશે. આ સ્થિતિમાં જ વિદ્યાર્થીઓને આવી સુવિધા આપવામાં આવશે. ભવિષ્યમાં વિદ્યાર્થીઓ આ અંગે છૂટની માંગ કરી શકશે નહીં.


કેન્દ્રના જણાવ્યા મુજબ, આ બે પરીક્ષાઓ ક્લિયર કર્યા પછી વિદ્યાર્થીઓએ બે વર્ષની ફરજિયાત રોટરી ઇન્ટર્નશિપ પૂર્ણ કરવી પડશે, જેમાંથી પ્રથમ વર્ષ મફત હશે અને બીજા વર્ષે ચૂકવણી કરાશે. જેમ કે નેશનલ મેડિકલ કમિશન (NMC) એ અગાઉના કેસોમાં નિર્ણય લીધો હતો. જો કે તેને અહીંની કોઈપણ મેડિકલ કોલેજમાં પ્રવેશ મળશે નહીં.


આ વિદ્યાર્થીઓની ચિંતાઓને દૂર કરવા માટે કેન્દ્ર દ્વારા રચવામાં આવેલી સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિએ ભારપૂર્વક જણાવ્યું છે કે આ વન-ટાઇમ ઓપ્શન હશે.







TMC Protest: મોદી સરકાર વિરુદ્ધ મમતા બેનર્જી આજથી શરૂ કરશે ધરણા, ટીએમસી સાંસદ દિલ્હીમાં કરશે પ્રદર્શન


Mamata Banerjee Protest Against Central Government: કેન્દ્રની ભાજપ સરકાર અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે ફરી એકવાર સામસામે આવી ગયા છે. મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર લાંબા સમયથી રાજ્યના બાકી રૂપિયા નહી  ચૂકવવાનો આરોપ લગાવતા બુધવાર (29 માર્ચ)થી કેન્દ્ર સરકાર સામે 48 કલાકના ધરણા પર બેસવાની જાહેરાત કરી છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદો બુધવારે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરશે. પાર્ટીના નેતાઓએ 28 માર્ચે કહ્યું હતું કે મમતા બેનર્જી સંસદ પરિસરમાં પ્રદર્શન સિવાય કોલકાતામાં વિરોધ માર્ચ કાઢશે. બંને શહેરોમાં એક સાથે દેખાવો યોજાશે.