નવી દિલ્લી:  બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને અમેરિકાના એરપોર્ટ પર રોકી રાખવાને લઇને શિવસેનાએ ભારે નારાજગી વ્યક્ત કરી છે જ્યારે કેન્દ્રિય મંત્રી ઉમા ભારતીએ કાંઇક અલગ જ નિવેદન આપ્યું છે જે વિવાદ ઉભા કરી શકે છે. ઉમા ભારતીને બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનને અમેરિકાના એરપોર્ટ પર રોકી રાખવાને લઇને સવાલ કરાયો હતો. જેના જવાબમાં તેમણે કહ્યુ હતું કે આ ઘટનાથી એક વાત સારી થશે કે આ લોકોને (શાહરૂખ) ભારત દેશ સારો લાગશે.


ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાનને અમેરિકાના લોસ એન્જલસ એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગે પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો હતો. જેની માહિતી  શાહરુખે પોતાના ટ્વીટર એકાઉંટ પર ટ્વીટ કરીને આપી હતી. તેણે ટ્વિટર પર જણાવ્યુ હતું કે, દુનિયામાં જે રીતે સુરક્ષા હોય છે તેને હું પુરી રીતે સમજુ છું અને તેનું સન્માન કરું છું. પરંતુ દર વખતે અમેરિકામાં કસ્ટડીમાં લેવામાં આવે  તે પરેશાન કરે છે.