Umesh Pal Murder Case Live Updates: અતીક અહમદ અને અશરફને કોર્ટે આપ્યો ઝટકો, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
પ્રયાગરાજ કોર્ટમાં રજૂ કરવાની આ પ્રક્રિયા પાછળ ઉત્તર પ્રદેશ સરકાર લગભગ 10 લાખ રૂપિયા ખર્ચી રહી છે.
gujarati.abplive.com Last Updated: 13 Apr 2023 12:05 PM
બ્રેકગ્રાઉન્ડ
લખનઉઃ ઉમેશ પાલ હત્યા કેસના મુખ્ય આરોપી માફિયા અને ભૂતપૂર્વ સાંસદ અતીક અહમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી દર વખતે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ લાવવામાં આવે છે. તેને લાવવા માટે બે પોલીસ વાન...More
લખનઉઃ ઉમેશ પાલ હત્યા કેસના મુખ્ય આરોપી માફિયા અને ભૂતપૂર્વ સાંસદ અતીક અહમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી દર વખતે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ લાવવામાં આવે છે. તેને લાવવા માટે બે પોલીસ વાન અને બે એસ્કોર્ટ વાહનોમાં 37 પોલીસકર્મીઓ ગુજરાત મોકલવામાં આવ્યા હતા. અતીક અહેમદને ગુજરાતમાંથી લાવીને પ્રયાગરાજ કોર્ટમાં રજૂ કરવાની આ પ્રક્રિયા પાછળ ઉત્તર પ્રદેશ સરકાર લગભગ 10 લાખ રૂપિયા ખર્ચી રહી છે.આ સાથે જ કોર્ટમાં સુનાવણી પૂરી થશે ત્યારે માફિયા ડોનને ફરીથી 1275 કિલોમીટરના રોડ માર્ગે ગુજરાત લઈ જવામાં આવશે. અતીકને લાવવા માટે યોગી આદિત્યનાથ સરકારના 37 પોલીસકર્મીઓના પગાર અને ડીએ પર લગભગ 6 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ પોલીસકર્મીઓના ચાર દિવસના પગાર અને ડીએની સરેરાશ ઉમેરીને આ આંકડા આપવામાં આવ્યા છે.ડીઝલ પાછળ 3 લાખનો ખર્ચ થાય છેઆ રિપોર્ટ અનુસાર અતીક અહમદને લઈ જવા માટે ઉપયોગમાં લેવાતા વાહનોમાં ડીઝલ માટે 3 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. અતીક અહમદને ગુજરાતમાંથી પ્રયાગરાજ અને પછી પાછા લાવવા માટે એસ્કોર્ટ વાન અને પોલીસ વાનને 4 ફેરા કરવા પડે છે.પોલીસકર્મીઓ પાછળ 6 લાખનો ખર્ચ થાય છેમાફિયા ડોન અતીકને લાવવા માટે એક કમાન્ડિંગ ઓફિસર, એક ઈન્સ્પેક્ટર, બે સબ ઈન્સ્પેક્ટર, 6 ડ્રાઈવર, ચાર હેડ કોન્સ્ટેબલ અને 23 કોન્સ્ટેબલની ડ્યુટી લગાવવામાં આવી છે. આ પોલીસકર્મીઓને પગાર અને ડીએ તરીકે 6 લાખ રૂપિયા આપવામાં આવે છે.યોગી સરકાર આટલો બધો ખર્ચ કેમ કરી રહી છે?અતીક અહમદ 2019થી સાબરમતી જેલમાં છે. સુપ્રીમ કોર્ટે ફુલપુરના પૂર્વ સાંસદને ગુજરાતની ઉચ્ચ સુરક્ષાવાળી જેલમાં શિફ્ટ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કોર્ટમાં વકીલોએ હોબાળો મચાવ્યો