Viral Video:ટ્રેનમાંથી ક્યારેક ઝઘડા અને બોલાચાલીના અને ક્યારેક શાબ્દિક ઝઘડાના ટેન્શનથી ભરેલા વીડિયો આપે અનેક વખત જોયા હશે. જો કે, હાલ એક એવો વીડિયો સામે આવ્યો છે, જે જોઈને આપનો પણ  દિવસ બની જશે. જો તમે સ્ટ્રેસ કે ટેન્શનમાં છો, તો આ વીડિયો જોયા પછી કદાચ તમે હળવાશ અનુભવશો અને મૂડ સારો થઇ જશે. હવે તમે વિચારતા હશો કે આ વીડિયોમાં શું ખાસ છે? વાસ્તવમાં આ વીડિયોમાં ડાન્સ, ફન, એન્ટરટેઈનમેન્ટ અને મસ્તી છુપાયેલી છે, જેને શોધવા લોકો દોડી આવે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં હાસ્ય અને આનંદનો સ્પર્શ હોવો જોઈએ. જો તમે આવું ઇચ્છતા હો તો આ વીડિયો અચૂક જુઓ.




ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ખુશખુશાલ કાકા ટ્રેનમાં શાનદાર અંદાજમાં ડાન્સ કરતા જોવા મળે છે. કાકાએ હરિયાણવી ગીત 'રાત મેં નીંદ ના આવે' પર એવો જબરદસ્ત ડાન્સ કર્યો કે ટ્રેનમાં હાજર લોકો હસી પડ્યા. આખો કોચ  કાકાનો ડાન્સ જોવામાં લીન જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કાકાની સાથે એક યુવક પણ તેની કમર હલાવવા લાગ્યો હતો. જ્યારે બોગીમાં બેઠેલા તમામ લોકો તેમના ડાન્સનો વીડિયો બનાવવા લાગ્યા. કોચમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેણે કાકાનો ડાન્સ ન જોયો હોય. તેની ડાન્સની સ્ટાઈલ જોઈને બધા હસતા હતા.                      


ઈન્ટરનેટ પર અંકલના ખૂબ થઇ રહી છે વાહવાહી


વીડિયોમાં લોકો મજા લેતા જોઈ શકાય છે. કાકાના ડાન્સનો આ વીડિયો જેણે પણ જોયો તે આખો વીડિયો જોયા વગર રહી શક્યો નહીં. આ વીડિયો સુનીલ નામના વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 50 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. કાકાના ડાન્સ પર ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે કહ્યું, 'અરે કાકા, તમે અત્યાર સુધી ક્યાં છુપાયેલા હતા.' જ્યારે અન્ય એક યુઝરે કહ્યું, 'હું ઈચ્છું છું કે આપણે બધાએ આ રીતે દરેક પળને યાદગાર બનાવતા હસતા રમતા જીવવું જોઇએ’