Underwater Metro: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોલકતામાં દેશની પ્રથમ અંડરવોટર મેટ્રોનું ઉદ્ઘાટન કરશે. પશ્ચિમ બંગાળ પહોંચ્યા બાદ પીએમ મોદી એક કાર્યક્રમમાં આ અત્યાધુનિક મેટ્રો રેલ સેવા દેશવાસીઓને સમર્પિત કરશે. કોલકતાની અંડરવોટર મેટ્રો હુગલી નદીની નીચે બનાવવામાં આવી છે. થોડા દિવસો પહેલા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કોલકતા મેટ્રો રેલ સેવાઓની સમીક્ષા કરી હતી. વડાપ્રધાન બુધવારે યાત્રીઓ માટે સંપૂર્ણ રીતે તૈયાર અંડરવોટર મેટ્રો રેલ દેશને સમર્પિત કરશે.






મહારાષ્ટ્રને પણ વિકાસ પ્રોજેક્ટની ભેટ મળશે


અંડરવોટર મેટ્રો ઉપરાંત વડાપ્રધાન કવિ સુભાષ-હેમંત મુખોપાધ્યાય મેટ્રો સેક્શન અને તારાતલા-માજેરહાટ મેટ્રો સેક્શનનું પણ ઉદ્ઘાટન કરશે. આ સાથે પીએમ મોદી દેશભરમાં અનેક મોટી મેટ્રો અને રેપિડ ટ્રાન્ઝિટ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત વડાપ્રધાન પિંપરી ચિંચવડ મેટ્રો-નિગડી વચ્ચે પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટ તબક્કા 1ના વિસ્તરણ માટે શિલાન્યાસ પણ કરશે.


કોલકતાની પૂર્વ-પશ્ચિમ મેટ્રોનો પ્રથમ તબક્કો


નોંધનીય છે કે ફેબ્રુઆરી 2020માં તત્કાલિન રેલવે મંત્રી પીયૂષ ગોયલે સોલ્ટ લેક સેક્ટર વી અને સોલ્ટ લેક સ્ટેડિયમને જોડતા કોલકતા મેટ્રોના ઈસ્ટ-વેસ્ટ મેટ્રો કોરિડોરના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. 16.5 કિમી લાંબી મેટ્રો લાઇન હુગલીના પશ્ચિમ કાંઠે હાવડાને પૂર્વ કિનારે સોલ્ટ લેક સિટી સાથે જોડે છે. 10.8 કિમીનો ભાગ ભૂગર્ભ છે. આ ભારતનો પ્રથમ આવો પરિવહન પ્રોજેક્ટ છે, જેમાં મેટ્રો નદીની નીચે બનેલી ટનલમાંથી પસાર થશે.    


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગણામાં આરજેડી ચીફ લાલુ પ્રસાદ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે તેમણે મારા પરિવારને લઈને મારા પર નિશાન સાધ્યું છે. હવે આખો દેશ કહી રહ્યો છે કે હું મોદીનો પરિવાર છું. પીએમ મોદીના નારા બાદ તરત જ કેન્દ્રીય મંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ સોશિયલ મીડિયા 'એક્સ' પર પોતાના પ્રોફાઈલ નામ બદલી નાખ્યા હતા.


નોંધનીય છે કે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવે રવિવારે પટનાના ગાંધી મેદાનમાં આયોજિત રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. આ સાથે જ પીએમ મોદીએ લાલુ યાદવને પોતાની સ્ટાઈલમાં જડબાતોડ જવાબ આપ્યો હતો અને છે અને નવો નારો આપ્યો હતો. આ સંદર્ભે હવે મોદી સરકારના મંત્રીઓ એકદમ સક્રિય થઈ ગયા છે અને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમના પ્રોફાઇલ નામમાં 'મોદીનો પરિવાર' ઉમેરી રહ્યા છે.