નવી દિલ્હીઃ બેરોજગારી અને આર્થિક મંદીને લઈને દેશભરમાં હાહાકારની સ્થિતિ છે. ત્યારે આજે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરાકરે કેન્દ્નરા જુદા જુદા વિભાગોમાં ખાલી પદના આંકડા જાહેર કર્યા છે. જે અનુસાર જુદા જુદા વિભાગોમાં અંદાજે 7 લાખ જગ્યા ખાલી છે.

ક્યા ગ્રુપમાં કેટલી જગ્યા ખાલી?

ખાલી જગ્યાને લઈને આજે જે આંકડા સામે આવ્યા છે એ અનુસાર, સરકારના જુદા જુદા વિભાગોમાં અંદાજે સાથ લાખ જગ્યા ખાલી છે. સૌથી વધારે ગ્રુપ Cમાં 5 લાખ 75 હજાર જગ્યા ખાલી છે. જ્યારે ગ્રુપ Bમાં 90 હજાર અને ગ્રુપ Aમાં અંદાજે 20 હજાર જગ્યા ખાલી છે.

સરકારે ખાલી પદ ભરવાના આપ્યા નિર્દેશ- સૂત્ર

સૂત્રો અનુસાર, મોદી સરકારે કેન્દ્રની નોકરીઓમાં ખાલી જગ્યાને સમયબદ્ધ રીતે ભરવાના નિર્દેશ આપ્યા છે. કેન્દ્રએ ખાલી જગ્યા પર ભરતી માટે સરકાર મોટું અભિયાન ચલાવશે. તેના માટે કેન્દ્રના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગે તમામ મંત્રાલય અને વિભાગોને 21 જાન્યુઆરીએ પત્ર લખ્યો છે, જેમાં કેન્દ્રને ખાલી પદ ભરવા માટે તરત જ પગલા લેવા માટે કહ્યું છે.

2018માં બેરોજગારીએ સૌથી વધારે આત્મહત્યા કરી- NCRB

એક સત્તાવાર આંકડા અનુસાર, વર્ષ 2018માં પ્રતિદિવસ સરેરાશ 35 બેરોજગારો અને સ્વરોજગાર સાથે જોડાયેલ 36 લોકોએ આત્મહત્યા કરી છે. તેની સાથે જ આ બન્ને શ્રેણીમાં મળીને એ વર્ષે 26,085 લોકોએ આત્મહત્યા કરી. રાષ્ટ્રીય ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા અનુસાર 2018માં 12,936 બેરોજગારો અને સ્વરોજગાર સાથે જોડાયેલ 13,149 લોકોએ આત્મહત્યા કરી. આ આંકડો કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેયલ આત્મહત્યા કરનારા 10,349 લોકોની તુલનામાં વધારે છે.

જણાવીએ કે ઓક્ટોબર 2018માં બેરોજગારી દર 6.83 ટકા હતો. જે ફેબ્રુઆરી 2019માં 7.20 ટકા, જૂન 2019માં 7.87 ટકા, અને ઓક્ટોબર 2019માં 8.1 ટકા પર પહોંચી ગયો છે. શહેરોમાં બેરોજગારી દર 8.5 ટકા હતો તો ગામડામાં 7.9 ટકા છે. બેરોજગારીને લઈને વિપક્ષ મોદી સરકારને સૌથી વધારે ઘેરતી રહે છે.