India In UNHRC: ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની (UNHRC) બેઠકમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે, સૌથી વધારે UN લિસ્ટમાં રહેલા આતંકીઓને શરણ આપનાર અને આતંકની ફેક્ટ્રી ચલાવનાર પાકિસ્તાન, ભારતીય લોકોના માનવાધિકારની ચિંતા વ્યક્ત કરે છે તે છળ છે. પાકિસ્તાન આતંકવાદને વધારો આપતું રહ્યું છે. એવામાં એ યોગ્ય રહેશે કે, માનવાધિકાર પરિષદ પોતાની શક્તિઓનો ઉપયોગ કીને પાકિસ્તાનનો આતંકવાદને પ્રોત્સાહન આપતું રોકે.


ભારતના સ્થાયી મિશનના ફર્સ્ટ સેક્રેટરી પવન કુમાર બઢેએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનના નિવેદનના જવાબમાં ભારત તેના જવાબના અધિકારનો ઉપયોગ કરી રહ્યું છે. પાકિસ્તાને ફરી એકવાર આ પ્રતિષ્ઠિત કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલા પ્લેટફોર્મનો દુરુપયોગ કરીને ભારત વિરુદ્ધ દુષ્પ્રચારને પ્રોત્સાહન આપ્યું છે. મારું પ્રતિનિધિમંડળ તેમના પાયાવિહોણા નિવેદનોને નકારી કાઢે છે, તેઓ અમારા પ્રતિભાવને લાયક નથી.


OIC પાકિસ્તાનને રોકવામાં નિષ્ફળ


તેમણે કહ્યું કે અમે OICના નિવેદનમાં ભારતના તથ્યપૂર્ણ રીતે ખોટા અને અયોગ્ય સંદર્ભોને નકારીએ છીએ. અમને ખેદ છે કે OIC દેશો, જેની સાથે અમે ગાઢ સંબંધો રાખીએ છીએ, તેઓ પાકિસ્તાનને OIC પ્લેટફોર્મનો દુરુપયોગ કરીને ભારત વિરોધી પ્રચારને પ્રોત્સાહન આપવાથી રોકવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે કહ્યું કે, પોતાના ટોચના નેતૃત્વને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાને ભૂતકાળમાં ખુલ્લેઆમ કબૂલ્યું છે કે તેઓ આતંકવાદી જૂથો રચે છે અને તેમને અફઘાનિસ્તાન અને ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં લડવા માટે તાલીમ આપે છે.


કાઉન્સિલ વિશ્વસનીય પગલાં લેવાનું કહે...


તેમણે કહ્યું કે, પાકિસ્તાન દ્વારા ભારતના લોકોના માનવાધિકારની વાત કરવી પોતે રીતે જ ડરાવનારી છે. તે સારી રીતે દસ્તાવેજીકૃત છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત આતંકવાદીઓની સૌથી વધુ સંખ્યા પાકિસ્તાનની ધરતી પર કાર્યરત છે. પાકિસ્તાન તેના લોકોના માનવાધિકારનું ઉલ્લંઘન કરવા અને માત્ર મારા દેશમાં જ નહીં પરંતુ સમગ્ર પ્રદેશમાં શાંતિ અને સુરક્ષાને જોખમમાં નાખવા માટે જવાબદાર છે. અમે કાઉન્સિલ અને તેની મિકેનિઝમ્સને વિનંતી કરીએ છીએ કે પાકિસ્તાનને તેના દ્વારા પ્રાયોજિત આતંકવાદને ખતમ કરવા અને તેના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ખતમ કરવા માટે વિશ્વસનીય પગલાં ભરવાનું કહે.


આ પણ વાંચો..


Queen Elizabeth II Funeral: બ્રિટનના મહારાણી Elizabeth II ના અંતિમ સંસ્કારમાં સામેલ થશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ