Budget 2021 Speech LIVE Updates: મોબાઈલ-ચાર્જર મોંઘા, સોના-ચાંદી અને તાંબુ સસ્તુ થશે

કોરોનાની મહામારીથી પીડિત દેશની જનતાને રાહત મળે તેવી આશા રાખવામાં આવી રહી છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 01 Feb 2021 01:07 PM
સોના ચાંદીના સામાન સસ્તા થશે. તાંબા પર 2.5 ટકા કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવે. દેશમાં હવે ચામડાની નિકાસ પર પ્રતિબંધ લાગશે.
ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે 1500 કરોડની ફાળવણીઃ નાણામંત્રી
કોપરમાં કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવશેઃ નાણામંત્રી
કેટલાક મોબાઈલ પાર્ટ્સ પર કસ્ટમ ડ્યૂટી વધારાવમાં આવશેઃ નાણામંત્રી
એલોય, સ્ટીલ પર કસ્ટમ ડ્યૂટી 7.5 ટકા સુધી ઘટાડાવામાં આવશેઃ નાણામંત્રી
2013-14માં અનાજ પકવતા ખેડૂતોને 63928 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા જે વર્ષ 2019-20માં વધીને 141930 કરોડ રૂપિયા થઈ ગયા. દાળ પકવતા ખેડૂતોને 2013-14માં ખેડૂતોને કુલ 263 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા જે વર્ષ 2020-21માં વધીને 10530 કરોડ રૂપિયા થઈ ગયા.
એફોર્ડેબલ હાઉસિંગ માટે ટેક્સ છૂટ વધુ એક વર્ષ માટે આગળ વધારાવમાં આવીઃ નાણામંત્રી
એનઆરઆઈને આ વખતે ડબલ ટેક્સ સિસ્ટમમાથી છૂટ આપવામાં આવી છેઃ નાણામંત્રી
75 વર્ષથી વધારે ઉંમરના સીનિયર સિટિઝન્સને આઈટી રિટર્ન ભરવામાંથી મુક્તીઃ નાણામંત્રી
કપડા ઉદ્યોગને વૈશ્વિક રીતે પ્રતિસ્પર્ધી બનાવવા માટે પીએલઆઈ યોજના ઉપરાંત મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેક્સટાઈલ પાર્ક યોજના લોન્ચ કરવામાં આવશે. 3 વર્ષના ગાળામાં 7 ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશેઃ નાણામંત્રી
નાણાંકીય વર્ષ 2021-22માં 12 લાખ કરોડની લોન લેશે સરકારઃ નાણામંત્રી
વસ્તી ગણતરી સંપૂર્ણ ડિજિટલ રીતે થશે. તેના માટે 3768 કરોડ રૂપિયાની ફાળવણીઃ નાણામંત્રી
નાણામંત્રી નિર્મલા સીતરમણે કહ્યું- દેશમાં 15 હજાર આદર્શ સ્કૂલ બનાવાવમાં આવશે. તેના માટે ઉચ્ચ શિક્ષણ આયોગની રચના કરવામાં આવશે.
આદિવાસી વિસ્તારમાં 750 એકલવ્ય શાળા શરૂ કરવામાં આવશેઃ નાણામંત્રી
ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે 1500 કરોડની ફાળવણીઃ નાણામંત્રી
સ્ટાર્ટઅપ માટે માર્જિન મની 25 ટકાથી ઘટાડીને 15 ટકા કરાયું.
એમએસએમઈ માટે 15700 કરોડની ફાળવણીઃ નાણામંત્રી
વાયુ પ્રદૂષણ રોકવા માટે 2.21 હજાર કરોડની ફાળવણીઃ નાણામંત્રી
100 નવી સૈનિક સ્કૂલો શરૂ કરવામાં આવશેઃ નાણામંત્રી
લેહમાં કેન્દ્રિય યૂનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશેઃ નાણામંત્રી
નાણામંત્રી નિર્મલા સીતરમણે કહ્યું- ભારતીય રેલવે દેશ માટે એક રાષ્ટ્રીય રેલવે યોજના 2030 તૈયાર કરી છે, જેનો ઉદ્દેશ્ય આપણા ઉદ્યોગોને માટે ટ્રાન્સપોર્ટ ખર્ચ ઓછો કરવાનો છે. રેલવે માટે રેલ યોજના 2030 તૈયાર છે. રેલવે માટે રેકોર્ડ 1,10,055 કરોડની જોગવાઈ છે. રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય માટે 1,18,101 કરોડની વધારાની જોગવાઈ છે.
ગ્રામીણ વિકાસ માટે 40 હજાર કરોડની ફાળવણીઃ નાણામંત્રી
1,41,930 કરોડનું અનાજ સરકારે ખરીદ્યુંઃ નાણામંત્રી
#NationFirst માટે સરકારના આઠ સંકલ્પ છેઃ 1. ખેડૂતોની આવક બેગણી કરવી, 2. મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, 3. સ્વસ્થ્ય ભારત, 4. સારું સુસાશન, 5. યુવાઓ માટે તક, 6. બધા માટે શિક્ષણ, 7. મહિલા સશક્તિકરણ અને 8. સમાવેશી વિકા.
કોરોના કાળમાં 5 મિનિટ બજેટ રજૂ કર્યાઃ નાણામંત્રી
ખેડૂતોને ખર્ચ કરતાં દોઢ ગણા વધારે ભાવ આપ્યાઃ નાણામંત્રી
ખેડૂતોને લોન માટે 16.5 લાખ કરોડની જોગવાઈઃ નાણામંત્રી
બીમાર સરકારી સાહસોને બંધ કરવામાં આવશેઃ નાણામંત્રી
પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ અને કેરળમાં રસ્તા પર વધારે ધ્યાન આપવામાં આવ્યું. ચૂંટણીવાળા રાજ્યોને ભેટ અપાઈ.
રસ્તા માટે 1.18 લાખ કરોડ રૂપિયાઃ નાણામંત્રી
નાણાંકીય વર્ષ 2021-22માં બે સરકારી બેંક અને એક સરકારી જનરલ વીમા કંપનીમાં ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશેઃ નાણામંત્રી
ત્રણ વર્ષમાં 100 નવા જિલ્લામાં પાઇપથી ગેસ પહોંચાડ્યોઃ નાણામંત્રી
વીમા કંપનીમાં વિદેશી કંપનીઓને માલિકી હક ત્યારે જ મળશે જ્યારે 50 ટકા બોર્ડ સભ્ય ભારતીય હોયઃ નાણામંત્રી
એનપીએએ માટે એએમસી બનાવવામાં આવશેઃ નાણામંત્રી
જાહેર સાહસની બેંકોમાં 20000 કરોડની મૂડી ઠાલવવામાં આવશેઃ નાણામંત્રી
ગોલ્ડ એક્સચેન્જને સેબી રેગ્યુલેટ કરશેઃ નાણામંત્રી
વીમા સેક્ટરમાં એફડીઆઈ મર્યાદા 49થી વધારીને 74 ટકા કરાઈઃ નાણામંંત્રી
નાણાંકીય વર્ષ 2021-22માં પાવર સેક્ટર માટે 3.1 લાખ કરોડ રૂપિયાઃ નાણામંત્રી
અલંગ યાડર્થી દોઢ લાખ નોકરી ઉભી થવાની આશાઃ નાણામંત્રી
ઉજ્જવલા યોજના વધુ 1 કરોડ લોકો સુધી પહોંચાડવામાં આવશે, હાલમાં 8 કરોડ લોકો લાભ લે છેઃ નાણામંત્રી
પબ્લિક ટ્રાન્સપોર્ટ પાછળ 11 હજાર કરોડનો ખર્ચઃ નાણામંત્રી
મોટા બંદરોને ખાનગી હાથોને સોંપવામાં આવશેઃ નાણામંત્રી
બંગાળમાં 675 કિ.મી લાંબો હાઈવે બનશેઃ નાણામંત્રી
ડિસઇન્વેસ્ટમેન્ટથી આ વર્ષે 1.75 લાખ કરોડ રૂપિયા મેળવવાનો ટાર્ગેટઃ નાણામંત્રી
નાણાંકીય વર્ષ 2021-22 માટે કુલ 35 લાખ કરોડનું બજેટઃ નાણામંત્રી
સ્વચ્છ ભારત મિશન માટે 1.41 લાખ કરોડની ફાળવણીઃ નાણામંત્રી
આત્મનિર્ભર યોજના માટે 61 હજાર કરોડની ફાળવણીઃ નાણામંત્રી
15 હેલ્થ ઇમરજન્સી સેન્ટર અને 2 મોબાઈલ સેન્ટર બનાવવામાં આવશેઃ નાણામંત્રી
બંગાળમાં નવા રસ્તા પાછળ 25 હજાર કરોડનો ખર્ચઃ નાણામંત્રી
ઇન્ફ્રા પર કુલ 5.5 લાખ કરોડનો ખર્ચ થશેઃ નાણામંત્રી
હેલ્થ સેક્ટરનું બજેટ ગયા વર્ષના 94 હજાર કરોડથી વધીને 2.38 લાખ કરોડ કરાયુંઃ નાણામંત્રી
ટિયર-2 અને 3 શહેરોમાં ગેસ પાઇપલાઈનનું વિસ્તરણ થશેઃ નાણાંકીય 2021-22
રોડ મંત્રાલય 1.18 લાખ કરડોનો ખર્ચ કરશેઃ નાણાંકીય 2021-22
હેલ્થ સેક્ટરના બજેટમાં 135 ટકાનો વધારો
નાણાંકીય 2021-22 6.8 ટકા નાણાકીય ખાધનો ટાર્ગેટઃ નાણામંત્રી
શહેરી જળજીવન માટે 2.87 લાખ કરોડની ફાળવણીઃ નાણામંત્રી
નાણાંકીય વર્ષ 2021-22માં નાણાંકીય ખાદ જીડીપીના 9.5 ટકા રહેશેઃ નાણામંત્રી
નાણાંકીય વર્ષ 2021-22માં 2.39 લાખ કરોડના ખર્ચનો ટાર્ગેટઃ નાણામંત્રી
કેપિટલ ખર્ચ વધારીને 5.5 લાખ કરોડ કરવામાં આવશેઃ નાણામંત્રી
તમામને શિક્ષણ આપવાની સરકારની પ્રાથમિકતાઃ નાણામંત્રી
15 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપિંગમાં નાખવામાં આવશેઃ નાણામંત્રી
ઇન્ફ્રા સેક્ટરને મોટો બૂસ્ટ આપવાની તૈયારીમાંઃ નાણામંત્રી
7400 ઇન્ફ્રા પ્રોજેક્ટ પર કામ ચાલુઃ નાણામંત્રી
આ વર્ષનું બજેટ પાછલા વર્ષના બજેટ કરતાં 135 ટકા વધારેઃ નાણામંત્રી
નાણાંકીય 2021-22માં સ્વાસ્થ્ય પાછળ 2.24 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશેઃ નાણામંત્રી
કોરોના રસી માટે 35000 કરોડ ફાળવ્યાઃ નાણામંત્રી
જરૂરત પડવા પર રસી પર ખર્ચ વધારવામાં આવશેઃ નાણામંત્રી
4 નવી વાયરોલોજી ઇન્સ્ટિટ્યૂટ ખોલવામાં આવશેઃ નાણામંત્રી
વોલન્ટરી સ્ક્રેપેજ પોલીસી લોન્ચ કરવામાં આવશેઃ નાણામંત્રી
દેશને સૌથી સ્વચ્છ પાણી મળે તેવું સરાકરનું લક્ષ્યઃ નાણામંત્રી
તમામ જિલ્લામાં સ્વાસ્થ્ય પ્રયોગશાળા બનાવવામાં આવશેઃ નાણામંત્રી
17 નવી હોસ્પિટલ શરૂ થશેઃ નાણામંત્રી
સ્વાસ્થ્ય યોજનાઓ પર 64180 કરોડનો ખર્ચ થશેઃ નાણામંત્રી
ખેડૂતોની આવક બમણી કરવાનો પ્રયાસઃ નાણામંત્રી
અર્થવ્યવ્સથાને સુધારવા માટે આપણે આપદામાંથી અવસર શોધવો પડશેઃ નાણામંત્રી
બજેટમાં સૌથી પહેલા સ્વાસ્થ્ય ક્ષેત્રની વાતઃ નાણામંત્રી
અમારું આ બજેટ છ સ્તંભો પર આધારિત છેઃ નાણામંત્રી
પીએમ ગરીબ કલ્યાણ ઓજના કોરોનાકાળમાં લાવવામાં આવીઃ નાણામંત્રી
80 કરોડ લોકોને મફતમાં રાશન આપવામાં આવ્યુંઃ નાણામંત્રી
લોકડાઉનમાં લોકોને તમામ સુવિધાઓ અપાઈઃ નાણામંત્રી
આત્મનિર્ભર ભારત પેકેજ જીડીપીના 13 ટકા જેટલુંઃ નાણામંત્રી
ટૂંકમાં જ વધુ બે કોરોના રસી બજારમાં આવશેઃ નાણામંત્રી
કોરોનાકાળમાં આરેબીઆઈએ 27 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યુંઃ નાણામંત્રી
ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા કરાવ્યાઃ નાણામંત્રી
ગરીબોને મફત રાશન આપવામાં આવ્યું. કોરોનાકાળમાં ભારત સરકારે આત્મનિર્ભર પેકેજ આપ્યુંઃ નાણામંત્રી
આર્થિક મંદિ અંગે વિચાર્યું પણ ન હતુંઃ નાણામંત્રી
લોકડાઉન લાગુ ન કર્યું હોત તો વધારે લોકોના જીવ જાતઃ નાણામંત્રી
કોરોના મહામારીએ પડકાર વધાર્યાઃ નાણામંત્રી
પડકારજનક સમયમાં આ બજેટ આવી રહ્યું છેઃ નાણામંત્રી
બજેટ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, “રોજગારી ઉભી કરવા માટે નાના ઉદ્યોગ, ખેડૂત અને મજૂરોનું સમર્થન. જીવ બચાવવા માટે સ્વાસ્થ્ય સેવાઓ પર ખર્ચ વધારવામાં આવે. સરહદની સુર7ા માટે રક્ષા ખર્ચ વધારવામાં આવે.”
કેન્દ્રના નવા કૃષિ કાયદાના વિરોધમાં આજે બજેટ રજૂ થતા પહેલા કોંગ્રેસ સાંસદ જસબીર સિંહ ગિલ અને ગુરજીત સિંહ કાળા કપડા પહેરીને સંસદ ભવન પહોંચ્યા. આ દરમિયાન બન્ને સાંસદોએ ખેડૂતોના સમર્થનમાં લખેલ તક્તીઓ પોતાના ગળામાં પહેરી છે.
કેન્દ્રના નવા કૃષિ કાયદાના વિરોધમાં આજે બજેટ રજૂ થતા પહેલા કોંગ્રેસ સાંસદ જસબીર સિંહ ગિલ અને ગુરજીત સિંહ કાળા કપડા પહેરીને સંસદ ભવન પહોંચ્યા. આ દરમિયાન બન્ને સાંસદોએ ખેડૂતોના સમર્થનમાં લખેલ તક્તીઓ પોતાના ગળામાં પહેરી છે.
નાણામંત્રી નિર્મલા સીતરમણ દ્વારા આજે સંસદમાં રજૂ થનાર બજેટ 2021-22ને કેબિનેટે મંજૂરી આપી. હવે દસ મિનિટ બાદ નાણામંત્રી સંસદમાં બજેટ રજૂ કરશે.
કેન્દ્રિય કેબિનેટે બજેટને મંજૂરી આપી.
કેન્દ્રિય કેબિનેટે બજેટને મંજૂરી આપી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બજેટને મંજૂરી આપી છે. હવે 20 મિનિટ બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે. આ વખતે બજેટ કોરોના વાયરસની મહામારીને કારણે ટેબલેટથી રજૂ થશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બજેટને મંજૂરી આપી છે. હવે 20 મિનિટ બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે. આ વખતે બજેટ કોરોના વાયરસની મહામારીને કારણે ટેબલેટથી રજૂ થશે.
પીએમ મોદીની આગેવાનીમાં સવારે 10-30 કલાકે બજેટની કેબિનેટ મીટિંગમાં મુકવામાં આવશે જ્યાં કેબિનેટની ઔપચારિક મંજૂરી મળશે. ત્યાર બાદ 11 કલાકો લોકસભામાં બજેટ રજૂ કરવામાં આવશે. બજેટની સ્પીચ બાદ પીએમ મોદીની ટિપ્પણી પણ આવશે.
પીએમ મોદીની આગેવાનીમાં સવારે 10-30 કલાકે બજેટની કેબિનેટ મીટિંગમાં મુકવામાં આવશે જ્યાં કેબિનેટની ઔપચારિક મંજૂરી મળશે. ત્યાર બાદ 11 કલાકો લોકસભામાં બજેટ રજૂ કરવામાં આવશે. બજેટની સ્પીચ બાદ પીએમ મોદીની ટિપ્પણી પણ આવશે.
નાણામંત્રી નિર્મલા સીતરમણ સંસદ ભવન પહોંચ્યા છે. અહીં પર થોડી જ વારમાં મોદી કેબિનેટની બેઠક શરૂ થશે. જેમાં બજેટને મંજૂરી મળશે.
નાણામંત્રી નિર્મલા સીતરમણ રાષ્ટ્રપતિ ભવનથી સંસદન ભવન પહોંચ્યા.
નાણામંત્રી નિર્મલા સીતારમણ અને નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર સંસદમાં બજેટ રજૂ કરતાં પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા. રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ સવારે 10 કલાકે નિર્મલા બજટે બ્રીફ કેસ સાથે સંસદ ભવન પહોંચશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ અને નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર સંસદમાં બજેટ રજૂ કરતાં પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા. રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ સવારે 10 કલાકે નિર્મલા બજટે બ્રીફ કેસ સાથે સંસદ ભવન પહોંચશે.
નાણામંત્રી નિર્મલા સીતરમણ આ વખતે સંસદમાં બજેટ પારંપરિક બહીખાતાની જગ્યાએ ટેબથી રજૂ કરશે. આ પહેલા નિર્મલા સીતારમણે પોતાના બન્ને બજેટ પારંપરકિ બહિખાતાથી રજૂ કર્યા હતા. આ વખતે કોરોનાને કારણે બજેને પેપરલેસ બનાવવામાં આવ્યું છે.
નાણામંત્રી નિર્મલા સીતરમણ આ વખતે સંસદમાં બજેટ પારંપરિક બહીખાતાની જગ્યાએ ટેબથી રજૂ કરશે. આ પહેલા નિર્મલા સીતારમણે પોતાના બન્ને બજેટ પારંપરકિ બહિખાતાથી રજૂ કર્યા હતા. આ વખતે કોરોનાને કારણે બજેને પેપરલેસ બનાવવામાં આવ્યું છે.
બજેટ પહેલા શેર બજારની શાનદાર શરૂઆત. સેન્સેક્સ 400 પોઈન્ટથી વધારે તેજી સાથે ખુલ્યો અને 46692 પર ટ્રેડ થઈ રહ્યો છે. ઉપરાંત નિફ્ટીમાં પણ સારી શરૂઆત થઈ છે અને તે 115.45 પોઈન્ટ એટલે કે 0.85 પોઈન્ટની તેજી સાથે 13750.05 પર ટ્રેડ થઈ રહ્યો છે.
નાણામંત્રી નિર્મલા સીતરણ અને નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર નાણા મંત્રાલયથી બજેટની કોપી લઈને નીકળ્યા છે. બન્ને રાષ્ટ્રપતિ રામનાથ સાથે મુલાકાત કરી રાષ્ટ્રપતિ ભવન જઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવન બાદ સવારે 10 કલાકે નિર્મલા બજેટ બ્રીફ સાથે સંસદ ભવન પહોંચશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ અને નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર નાણા મંત્રાલય પહોંચ્યા છે. અહીં અધિકારીઓ સાથે બેઠક કરશે. ત્યાર બાદ કેબિનેટ બેઠક થશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ અને નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર નાણા મંત્રાલય પહોંચ્યા છે. અહીં અધિકારીઓ સાથે બેઠક કરશે. ત્યાર બાદ કેબિનેટ બેઠક થશે.

બ્રેકગ્રાઉન્ડ

કોરોના કાળમાં કેંદ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારણ આર્થિક રસીકરણથી દેશની આર્થિક સ્થિતિને ટ્રેક પર લાવવાનો પ્રયાસ કરશે. કેંદ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણ આજે સવારે 11 વાગ્યે લોકસભામાં નાણાકીય વર્ષ 2021 22નું બજેટ રજુ કરશે. બજેટ સ્પીચ બાદ બજેટની કોપી રાજ્યસભામાં રાખવામાં આવશે.

કોરોનાની મહામારીથી પીડિત દેશની જનતાને રાહત મળે તેવી આશા રાખવામાં આવી રહી છે. સાથે જ સ્વાસ્થ્ય સેવા, રક્ષા પર વધુ ખર્ચના માધ્યમથી આર્થિક સુધારને પણ આગળ વધારવા પર વધુ ધ્યાન આપવામાં આવી શકે છે.

બજેટમાં વ્યાપક રૂપે રોજગાર વધારવા,ગ્રામીણ વિકાસ પર ખર્ચ વધારવા, વિકાસ યોજનાઓ માટે વધુ જોગવાઈની અપેક્ષા રાખવામાં આવી રહી છે.. તો કેંદ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે 2019 પોતાના પ્રથમ બજેટમાં ચામડાના પારંપરિક બ્રિફકેસને પણ બદલી દીધી છે. અને હવે લાલ કપડામાં પેક બજેટ રજુ કરવામાં આવશે.

નિર્મલા સિતારમણ અને બજેટ ટીમ સવારે નવ વાગ્યે નોર્થ બ્લોકથી રાષ્ટપતિ ભવન માટે રવાના થશે. રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ સવાર 10 વાગ્યે નિર્મલા બજેટ બ્રિજ કેસ સાથે સંસદ ભવન પહોંચશે. સંસદ ભવનમાં પ્રવેશ કરનાર સીડીઓ પર ફોટો સેશન થશે. ત્યાર બાદ સંસદ ભવનમાં કેંદ્રીય કેબિનેટની બેઠક મળશે.સવારે 11 વાગ્યે બજેટ રજુ થશે અને નિર્મલા સિતારણની સ્પીચ શરૂ થશે.

આ વખતે બજેટમાં દેશના તમામ લોકોને સરકાર વિનામૂલ્યે કોરોના રસી આપવાની જાહેરાત કરી શકે છે. દેશના મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યને ફ્રી વેક્સિનને લઈ સંકેત આપ્યા છે. આ બાબતે આજે રજૂ થનારા કેંદ્રીય બજેટમાં નાણામંત્રી મોટી જાહેરાત કરી શકે છે. મહત્વનું છે કે, દેશમાં બે તબક્કાની વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. આગામી દિવસોમાં 50 વર્ષથી મોટી ઉમરના અને 50 વર્ષથી નાની ઉમરના લોકોનું વેક્સિનેશન શરૂ થવાનું છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.