નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓને સરકારની જે જાહેરાતની રાહ હતી તે મોદી સરકારે કરી દીધી છે. કેન્દ્રીય કેબિનેટે નાણાકીય વર્ષ 2019-20 માટે પ્રોડક્ટિવિટી અને નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસને મંજૂરી આપી છે. સરકારની આ જાહેરાતથી 30 લાખ 67 હજાર નોન ગેઝેટેડ સરકારી અધિકારીઓ અને કર્માચારીઓને ફાયદો થશે. બોનસ કર્મચારીઓના ખાતામાં સીધું જમા કરવામાં આવશે.


કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટના નિર્ણયની જાણકારી આપતાં કહ્યું, દશેરા કે દુર્ગા પૂજા પહેલા કેન્દ્ર સરકારના 30 લાખ કર્મચારીઓને 3737 કરોડ રૂપિયાના બોનસની ચૂકવણી શરૂ કરવામાં આવશે.



કેન્દ્રીય કેબિનેટે જમ્મુ-કાશ્મીરને લઈ એક મોટો નિર્ણય કર્યો છે. જે મુજબ જમ્મુ અને કાશ્મીર પંચાયતી રાજ એક્ટ, 1989ને સ્વીકૃતિ આપવામાં આવી છે. જનકલ્યાણના અનેક કાનૂન ભારતમાં હોવા છતાં જમ્મુ-કાશ્મીરમાં લાગુ થતાં નહોતા. આજે આ નિર્ણયથી છેવાડાના માનવીઓને લાભ થશે.

ATM માંથી 5000 રૂપિયાથી વધારે ઉપાડવા પર લાગી શકે છે ચાર્જ, જાણો શું આવી શકે છે નવો નિયમ