નવી દિલ્હી: મોદી સરકારે શેરડી પકવતા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સરકારે ખેડૂતોને 60 લાખ મેટ્રિક ટન શેરડી નિકાસ પર સબ્સિડી આપવાનું એલાન કર્યું છે. સબ્સિડીના પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જમાં થશે.


કેન્દ્ર સરકારના નિર્ણય અનુસાર શેરડીનું વાવેતર કરતા ખેડૂતોને  60 લાખ મેટ્રિક ટન શેરડીના નિકાસ કરવા પર 6 હજાર 268 કરોડ રૂપિયાની સબ્સિડીને મંજૂરી આપી દીધી છે.  સરપ્લસ સ્ટૉકને જોતાં ખાંડની એક્સપોર્ટ પૉલિસીને 2019-20ની સીઝન માટે મંજૂરી આપી દેવામાં આવી છે.


સરકારના આ નિર્ણયને લઈને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકારે કહ્યું કે આ નિર્ણયથી શેરડીના ભાવ સારા રહેશે. સાથે તેઓએ કહ્યું કે તેનાથી ખેડૂતોને નુકશાન પણ નહીં થાય. ઉલ્લેખનીય છે કે શેરડીના ખેડૂતો વારંવાર પોતાની સમસ્યા અંગે રજૂઆત કરતા આવ્યા છે.