વાયનાડઃ  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલમાં પોતાના સંસદીય વિસ્તાર કેરળ સ્થિત વાયનાડના પ્રવાસે છે. રાહુલ ત્યાં પૂરને કારણે લોકોને થઈ રહેલી પરેશાનીની સમિક્ષા કરવા પહોંચ્યો છે. તે પોતાના સંસદીય વિસ્તારનો પ્રવાસ કરી રહ્યા હતા, ત્યારે જ એક છોકરાએ તેમના ગાલ પર કિસ કરી લીધી.

આ વીડિયો સોશિયલ મીડિયા પર થોડી જ ક્ષણોમાં વાયરલ થયો હતો. કિસ કરનારા વ્યક્તિએ પહેલા રાહુલ ગાંધી સાથે હાથ મિલાવ્યા અને બાદમાં તેને કિસ કરી લીધી હતી.


મંગળવારે રાહુલ ગાંધીએ વાયનાડના સેંટ થોમસ ચર્ચમાં બનેલા રાહત કેમ્પમાં તેમણે પીડિતો સાથે મુલાકાત કરી હતી.   રાહુલ ગાંધીએ આશ્વાસન આપ્યું કે તેઓ રાજ્ય સરકારને ફરી અનુરોધ કરશે કે પ્રભાવિત પરિવારો સુધી તમામ આવશ્યક સહાયતા પહોંચાડવામાં આવે. પૂરને કારણે કેરલના ઘણા જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. હજારો લોકોને રાહત કેમ્પમાં ખસેડાયા છે. રાહુલ ગાંધીએ વાયનાડની કાંઝીરંગડ ગામની નાની એવી ચાની હોટેલમાં પહોંચ્યાં હતાં. જ્યાં તેઓ ચા-બિસ્કીટ ખાતા જોવા મળ્યા હતા.

ભારત-પાકિસ્તાન વચ્ચે આ તારીખે થશે યુદ્ધ, પાકિસ્તાનના મંત્રીએ કરી ભવિષ્યવાણી!

કાશ્મીર મુદ્દે ઈમરાનના સમર્થનમાં આવ્યો આ પાકિસ્તાની ક્રિકેટર, કહ્યું- ટૂંક સમયમાં જઈશ LoC 

ICC એ ફરી એકવાર કરી સચિનની મજાક, બેન સ્ટોક્સને ગણાવ્યો તેંડુલકર જેટલો મહાન ક્રિકેટર ગણાવતાં ફેન્સ ભડક્યા