નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના મંત્રીમંડળની બેઠક બોલાવી છે. સૂત્રોના મતે બેઠકમાં તમામ મંત્રાલયોનું  પ્રેઝન્ટેશન થશે. મોદી સરકારના બીજા કાર્યકાળની બીજી બેઠક હશે. જેમાં મંત્રાલયોના  કામકાજની સમીક્ષા કરવામાં  આવશે. આ બેઠકમાં  મંત્રીઓ પોતાના મંત્રાલય અંગે વડાપ્રધાન મોદીને જાણકારી આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 ડિસેમ્બરના રોજ તમામ મંત્રીઓને  રિપોર્ટ કાર્ડ લઇને બેઠકમાં બોલાવ્યા છે. સૂત્રોના મતે ખરાબ પ્રદર્શન કરનારા મંત્રીઓ પર કાર્યવાહી કરવામાં આવશે. આ બેઠકમાં ગૃહમંત્રી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, સંગઠન મહામંત્રી બીએલ સંતોષ પણ હાજર રહેશે. સૂત્રોના મતે આ બેઠકમાં વડાપ્રધાન મોદી જાણવા માંગે છે કે તેમની પ્રાથમિક યોજનાઓની કઇ સ્થિતિ છે. તે સિવાય એક સાથે અનેક મોટા મંત્રાલયો  ચલાવી રહેલા મંત્રીઓ પાસેથી કેટલાક મંત્રાલયો લઇને નવા ચહેરાઓને તક આપવામાં આવશે.