નવી દિલ્લીઃ સાતમાં પગાર પંચની ભલામણને અમલ કરવાના સંબંધમાં ગેઝેટ નોટિફિકેશન સરકારે 27 જુલાઇએ બહાર પાડ્યું હતું. અત્યાર સુધી એવું અનુમાન લગાડવામાં આવતું હતું કે, કર્મચારીઓનાં એરિયસની ચુંકવણી આ નાણાકીય વર્ષ દરમિયાન કરવામાં આવશે, એટલે કે, માર્ચ 2017 સુધીમાં. પરંતું હવે સરકાર તરફથી કેંદ્રીય કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. તેમના એરિયસની તમામ રકમ એક જ હપ્તામાં મળી જશે. નોધનિય છે કે, સાતમાં પગાર પંચની ભલામણને 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે. અને તમામ કર્મચારીઓને ઓગસ્ટ મહિનામાં પગારની સાથે જ તેમનું એરિયસ ચુકવી દેવામાં આવશે.