નવી દિલ્લીઃ પેટ્રોલવાળા વાહન વાપરતા લોકો માટે હવે રાહતના સમાચાર છે. કેમ કે, તેમને આગામી સમયમાં પેટ્રોલ પંપે લાઇનમાં ઉભા રહેવામાંથી છુટકારો મળી શકે છે. જલ્દી પેટ્રોલ ભરાવવા માટે તમે ઓનલાઇન બુક કરાવી શક્શો. પેટ્રોલ ભરાવવ માટે હવે આ પેટ્રોલ પંપો પર લાઇન ન લગાવી પડે એટલા માટે દેશની સૌથી મોટી ઑયલ માર્કેટિંગ કંપની ઇંડિયમ ઑયલ પોતાના ગ્રાહકો માટે ટાઇમ સ્લોટ બુક કરાવવા માટેની યોજના શરૂ કરાશે. ધી ઇકોનૉમિક ટાઇમ્સ અખબાર મુજબ કંપની 6-8 મહિનામાં પાયલટ પ્રોજેક્ટ શરુ કરશે. તેમજ સરળતાથી પેમેંટ કરવા માટે મોબાઇલ વૉલેટ કંપનીયો સાથે પણ વાતચીત થઇ રહી છે.

ઇંડિયન ઑયલનું આ પગલું રિલાયંસ અને એસ્સારના પેટ્રોલ પંપો સાથેના કૉમ્પીટીશનને લીઘે ભર્યુ છે. આઇઓસીની યોજના મુજબ, કસ્ટમર્સ ફિલિંગ સ્ટેશન જતા પહેલા એક સ્લૉટ બુક કરાવી શકશે. જેનાથી તેને પેટ્રોલ ભરાવવા માટે લાંબી લાઇનમાં રાહ નહી જોવી પડે. પેટ્રોલ ફિલિંગ સ્ટેશનમાં સ્લૉટની સંખ્યા દેખાડવામાં આવશે.ત્યાર બાદ ગ્રાહકોને ખાલી જગ્યાએ મોકલવામાં આવશે. વહાનોને ઑટોમટિક આઇડેંટિફિકેશન અને પેમેંટ માટે રેડિયો ફ્રિક્વેંસી આઇડેંટિફિકેશન ટેગ આપવામાં આવશે. જેનાથી ગ્રાહક પહેલેથી પોતાનો સ્લૉટ બૂક કરાવી શક્શે.