અમિત શાહને 18 ઓગસ્ટે હળવા તાવના પગલે દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. લગભગ 12 દિવસ પછી આજે તેમને રજા આપવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તબિયત સારી છે અને તેમને બહુ જલદી ડિસ્ચાર્જ કરાશે એવી જાહેરાત ઓળ ઈડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ) દ્વારા રવિવારે કરવામાં આવી હતી. કોરોનાની સારવાર પછી ફરી તબિયત લથડતાં અમિત શાહને પોસ્ટ કોવિડ કેર માટે દિલ્હીની એઈમ્સમાં દાખલ કરાયા હતા.
ગૃહમંત્રી અમિત શાહની તબીયત હવે સંપૂર્ણ પણે સારી છે એવી જાહેરાત એઈમ્સે શનિવારે કરી હતી. એઈમ્સ દ્વારા એ પણ કહેવાયું હતું કે, તેમને હોસ્પિટલમાંથી ટૂંક સમયમાં રજા અપાશે. શાહને પોસ્ટ કોવિડ કેર માટે 18 ઓગસ્ટના રોજ એઈમ્સમાં દાખલ કરાયા હતા.
55 વર્ષના શાહને શરીરમાં દુખાવો, થાક અને ચક્કરની ફરીયાદ હતી. એઈમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાની આગેવાનીમાં સારવાર ચાલી રહી હતી. 2 ઓગસ્ટના રોજ શાહનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો હતો. ગુરગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર થઈ હતી. 14 ઓગસ્ટના રોજ તેમનો રિપોર્ટ નેગેટિવ આવતાં રજા અપાઈ હતી પણ પછી તરત જ થાકની ફરિયાદના પગલે 18 ઓગસ્ટના રોજ તેઓ એઈમ્સમાં દાખલ થઈ ગયા હતા.