Union Home Ministry Police Reports: કોલકાતામાં આર.જી. કર હોસ્પિટલમાં ડોક્ટર બળાત્કાર હત્યાની ઘટના પર દેશવ્યાપી આક્રોશ વચ્ચે, ગૃહ મંત્રાલયે (એમએચએ) શનિવારે મહત્વપૂર્ણ પગલું લેતા દેશભરના પોલીસ દળોને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો અહેવાલ માંગતી મહત્વપૂર્ણ સૂચના જારી કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના (યુટી) પોલીસ વિભાગોને દર 2 કલાકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના અહેવાલો મોકલવા નિર્દેશ આપ્યો છે. વિશ્વસનીય સૂત્રો અનુસાર, બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સુરક્ષાની સ્થિતિ પર નજર રાખવા માટે આ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે.


ગૃહ મંત્રાલયે શનિવારે દેશના તમામ પોલીસ દળોને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે દર 2 કલાકે અહેવાલો માંગતી સૂચના જારી કરી છે, જે ઈમેઈલ, ફેક્સ અથવા વોટ્સએપ દ્વારા મંત્રાલયને મોકલી શકાય છે.


બધા રાજ્યોએ તેમની કાયદો અને વ્યવસ્થાની માહિતી ગૃહ મંત્રાલયને દર 2 કલાકે આપવી પડશે. રાજ્યોમાં વધી રહેલા અપરાધને જોતાં ગૃહ મંત્રાલયે લીધો નિર્ણય. બધા રાજ્યોને જારી કરાયા આદેશ. કોલકાતા બળાત્કાર કાંડ પછી આ પગલું લઈને કડક બન્યું છે ગૃહ મંત્રાલય. સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થાને રાજ્યના અધિકાર ક્ષેત્રમાં માનવામાં આવે છે પરંતુ હવે દર બે કલાકે દરેક રાજ્યે તેના રાજ્ય સંબંધિત રિપોર્ટ ગૃહ મંત્રાલયને મોકલવો પડશે.




IMAએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કેટલીક માંગણીઓ રજૂ કરી




કોલકાતાના આરજી કર મેડિકલ કૉલેજમાં 9 ઓગસ્ટ 2024ના રોજ ટ્રેની ડૉક્ટર સાથે બળાત્કાર અને પછી હત્યાની ઘટનાએ તબીબી જગત અને દેશને હચમચાવી દીધા છે. આ ઘટના પછી ડૉક્ટરોની સુરક્ષાને લઈને દેશભરના મેડિકલ સ્ટાફ પ્રદર્શન કરી રહ્યા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ના આહ્વાન પર દેશભરના ડૉક્ટરો 24 કલાકની હડતાલ પર છે. આ દરમિયાન માત્ર ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. આ દરમિયાન IMAએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કેટલીક માંગણીઓ રજૂ કરી છે.


IMAએ પીએમ મોદીને લખેલા પત્રમાં આરજી કર મેડિકલ કૉલેજ એન્ડ હોસ્પિટલમાં ભીડ દ્વારા કરવામાં આવેલી તોડફોડનો પણ ઉલ્લેખ કર્યો છે. IMAએ જણાવ્યું કે હોસ્પિટલના વિવિધ ભાગોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જેમાં પીડિતાના મૃતદેહને રાખવામાં આવ્યો હતો. ડૉક્ટરોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા IMAએ કહ્યું કે ડૉક્ટરો, ખાસ કરીને મહિલાઓ, તેમના વ્યવસાયની પ્રકૃતિને કારણે હિંસા પ્રત્યે વધુ સંવેદનશીલ છે.


NDA સરકાર પાસે કાર્યવાહીની માંગ કરી


IMAએ જણાવ્યું, "ડૉક્ટરોએ દેશભરના ડૉક્ટરોએ આજે બિન-જરૂરી સેવાઓ પાછી ખેંચી લીધી છે અને માત્ર ઈમરજન્સી અને કેઝ્યુઅલ્ટી સેવાઓ પ્રદાન કરી રહ્યા છે. આ હડતાલ ડૉક્ટરોની સુરક્ષાની માંગણીને લઈને કરવામાં આવી રહી છે." IMAએ કહ્યું કે ડૉક્ટરોએ સરકાર પાસે માંગ કરી છે કે તેઓ હોસ્પિટલો અને પરિસરોમાં ડૉક્ટરોની સુરક્ષા માટે કાર્યવાહી કરે.


આ પણ વાંચોઃ NDA કે INDIA... હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડમાં કોની સરકાર બનશે, જાણો લેટેસ્ટ સર્વે કોની ઊંઘ ઉડાડી રહ્યો છે?