પટના: કંદ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રવિવારે  નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું દેશમાં નોટબંધી બાદ નસબંધી માટે કાનૂન બનાવવાની જરૂર છે. ગિરિરાજ સિંહ બિહારના બીજા વરિષ્ઠ નેતા છે જેમણે નોટબંધી બાદ નસબંધી કરવાની વકાલત કરી છે.


ગત સપ્તાહે પૂર્વ કેંદ્રીય મંત્રી અને ભાજપાના વરિષ્ઠ નેતા સંજય પાસવાને કહ્યું હતું કે નસબંધી દેશની જનસંખ્યા નિયંત્રણમાં કરવામાં મદદગાર સાબિત થશે. તેમણે કહ્યું હતું કે દેશમાં જનસંખ્યાને નિયંત્રણમાં લાવવા માટે દરેક સમાજના વર્ગે તેને અપનાવવાની જરૂર છે. ગિરિરાજે કહ્યું ભારતની જનસંખ્યા વિશ્વની કુલ જનસંખ્યાની 16 ટકા છે અને દર વર્ષે ઓસ્ટ્રેલિયાની જનસંખ્યા જેટલો વધારો થાય છે. તેમણે કહ્યું દેશ જનસંખ્યાના વિસ્ફોટનો સામનો કરી રહ્યો છે, જેને તુરંત નિયંત્રણમાં કરવાની જરૂર છે.
આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ગિરિરાજ સિંહે કહ્યું હતું કે હિંદુઓને વધારે છોકરાઓને પેદા કરી દેશમાં તેની જનસંખ્યા વધારા પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. ત્યારે તેમણે યાદ કરતા કહ્યું હતું કે આ ઉક્તી કોઈ બીજાની નહી પરંતુ રાષ્ટ્રીય સ્વયં સેવકના મુખિયા મોહન ભાગવતની છે, તેમણે ગત વર્ષે ઓગષ્ટ મહિનામાં નિવેદન આપ્યું હતું કે હિંદુઓને વધારે બાળકો પેદા કરવાની જરૂર છે.