નવી દિલ્હીઃકેન્દ્રિય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ રામદાસ અઠાવલેએ કહ્યું કે, તેમણે શિવસેનાના નેતા સંજય રાઉતને ભાજપ અને શિવસેના વચ્ચે સરકાર બનાવવાને લઇને ચાલી રહેલા ગતિરોધ તોડવાની વાત કરી છે. જેના પર રાઉતે વિચાર કરીને ભાજપ સાથે વાત કરવાનું કહ્યુ હતું.


આ દરમિયાન કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે, મેં સમજૂતી માટે સંજય રાઉત સાથે વાત કરી છે. જેમાં ત્રણ વર્ષ બીજેપી અને બે વર્ષ શિવસેનાને સીએમ પદને લઇ ઉપાય આપ્યો છે. જેના પર તેમણે કહ્યું કે, જો બીજેપી માની જશે તો શિવસેના આ અંગે વિચારી શકે છે. આ સંદર્ભમાં હું બીજેપી સાથે પણ વાત કરીશ.

મહારાષ્ટ્રમાં ગત મંગળવારથી રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું છે. શિવસેનાએ પરિણામો બાદ ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો હતો પરંતુ સરકાર બનાવવા રાજ્યપાલને મનાવવામાં નિષ્ફળ રહી હતી. રાજ્યની સૌથી મોટી પાર્ટી ભાજપે પહેલા જ સરકાર બનાવવાને લઈ તેમના હાથ પાછા ખેંચી લીધા હતા.