નવી દિલ્લી: કેંદ્રીય મંત્રી જનરલ વી.કે. સિંહની પત્નીને જાનથી મારવાની ધમકી મળી છે. આટલું જ નહીં ફોન કરનાર શખ્સે તેમને બ્લેકમેલ કરવાની પણ કોશિશ કરી હતી. આ ઘટનામાં ફરિયાદ પછી દિલ્લીના તુગલકાબાદ રોડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એક શખ્સે કેંદ્રીય મંત્રીની પત્ની પાસે બે કરોડ રૂપિયાની માંગણી કરી હતી. સાથે તેને ધમકી આપી હતી કે જો તેઓ એવું નહીં કરે તો તેની કીંમત પોતાનો જીવ આપીને ચૂકવવી પડશે. આ શખ્સે મંત્રીની પત્નીનો ખાનગી વાતોનો વીડિયો જાહેર કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરી રહ્યો હતો.

તુગલક રોડ સ્થિત આવેલા પોલીસ સ્ટેશનમાં મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મામાલો હાઈપ્રોફાઈલ હોવાના કારણે વિસ્તારના ઉચ્ચ અધિકારીઓ આ મામલામાં કંઈ પણ બોલવા તૈયાર નથી. કેંદ્રીય મંત્રીનો પરિવાર તુગલક ખાતે રહે છે. કેંદ્રીય મંત્રીની પત્નીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે તેના ભત્રીજાએ જાણીને ગુડગાંવ નિવાસી પ્રદીપે બ્લેકમેલ કરવાના ઉદ્દેશ્યથી ઉલ્ટી-સીધી રીતે તેમની ખાનગી વાતો રેકોર્ડ કરી લીધી છે.