નવી દિલ્હીઃ દુનિયાભરમાં હાલ ફેલાઇ રહેલા કોરોના વાયરસના કરાણે સમગ્ર વિશ્વના દેશોની અર્થવ્યવસ્થા તબાહ થઇ રહી છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં દુનિયામાં ભયંકર મંદી આવવાની આગાહી કરાઇ છે, આ મંદીમાં દુનિયાની અર્થવ્યવસ્થા બરબાદ થઇ જશે પણ ભારત અને ચીન અપવાદ બનશે.


સંયુક્ત રાષ્ટ્રના એક તાજા વ્યાપાર રિપોર્ટ અનુસાર કોરોના વાયરસ મહામારીના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા આ વર્ષે મંદીમાં સપડાઇ જશે. પણ ભારત અને ચીનની અપવાદ હોઇ શકે છે.

રિપોર્ટ પ્રમાણે આ મંદીમાં ખરબો ડૉલરનુ નુકશાન થશે અને વિકાસશીલ દેશો માટે એક મોટુ સંકટ ઉભુ થઇ જશે. જોકે વાતને વિસ્તારથી નથી બતાવવામાં આવી કે ભારત અને ચીન અપવાદ કેમ રહેશે.



સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે કોવિડ-19 સંકટ કારણે વિકાસશીલ દેશોમાં વસી રહેલા લગભગ બે-તૃત્યાંશ લોકો અભૂતપૂર્વ આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે.