વોશિંગ્ટનઃ ભારતે થોડા દિવસો પહેલા ટિકટોક સહિત 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો હતો. જે બાદ હવે અમેરિકામાં પણ તેની માંગ ઉઠવા લાગી છે.


રોયટર્સ મુજબ અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું, અમેરિકા ટીકટોક સહિત ચાઇનીઝ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહ્યું છે.



ક્યૂબા-અમેરિકા સંગીત વીડિયો નિર્દેશક અને નિર્માતા રોબી સ્ટારબક્સ કહ્યું હતું કે, અમેરિકાએ ચીનની તમામ વીડિયો શેરિંગ એપ પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. આ તમામ એપ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.

આ પહેલા અમેરિકાની સેનાએ પણ ગત વર્ષે ડિસેમ્બરમાં તેના સૈનિકોને ટિકટોકના ઉપયોગ પર રોક લગાવી દીધી હતી. તેણે એપને સુરક્ષા માટે ખતરો ગણાવી હતી.