ઉચ્ચ શિક્ષણ નિયામક સંસ્થા,  યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) એ સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોની યાદી જાહેર કરી છે,  જે સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ-લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ (SWAYAM) દ્વારા ઓફર કરી શકાય છે. આ યાદીમાં જુલાઈ-ઓક્ટોબર 2021 ના સેમેસ્ટર માટે ઇજનેરી સિવાયના કાર્યક્રમો માટે 83 UG અભ્યાસક્રમો અને 40 PG અભ્યાસક્રમો સામેલ છે. UGC દ્વારા કહેવામાં આવ્યું કે,  યુનિવર્સિટીઓ અને કૉલેજોને વિનંતી છે કે તેઓ વિદ્યાર્થીઓના લાભ માટે  SWAYAM ઓનલાઇન પ્લેટફોર્મનો મહત્તમ ઉપયોગ કરે.



આ સંદર્ભે એક યુજીસીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે: “યુનિવર્સિટીઓ અને કોલેજોને વિનંતી છે કે વિદ્યાર્થીઓ / શીખનારાઓના લાભ માટે સ્વયં ઓનલાઈન પ્લેટફોર્મનો વધારે ઉપયોગ કરે.  83 UG અને 40 PG એમઓસીસી અભ્યાસક્રમોની યાદી,  જે જુલાઈ-ઓક્ટોબર સેમેસ્ટર 2021 માં  SWAYM  પ્લેટફોર્મ પર રજૂ કરવા માટે તૈયાર છે.swayam.gov.in/CEC  પર જોવા મળશે.


યુજીસીના નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે: "સ્વયં પાઠ્યક્રમોને ક્રેડિટ ટ્રાન્સફર  માટે ડીન એકેડેમિકસ / વિભાગના વડાઓની ભલામણ પર સ્વીકૃ અને અપનાવવામાં આવી શકે છે અને એકેડેમિક કાઉન્સિલ દ્વારા તેની પુષ્ટી કરવામાં આવી શકે છે.