મુંબઇઃ દેશ-દુનિયામાં કોરોના સંક્રમણ (coronavirus)ફરી એકવાર શરૂ થઇ ગયુ છે. મોટાભાગના લોકો વર્ક ફ્રૉમ હૉમ કરી રહ્યાં છે, અને હાલના સમયેમાં વર્ક ફ્રૉમ હૉમનુ (work from home) ચલણ પણ વધી રહ્યું છે. કોરોના સંક્રમણની (covid19) બીજી લહેરે હવે આની મિયાંદ વધારી દીધી છે. દેશની કેટલીય મોટી કંપનીઓ ખાસ કરીને આઇટી અને આઇટી ઇનેબલ્ડ સર્વિસીઝ સાથે જોડાયેલી કંપનીએ વર્ક ફ્રૉમ હૉમ સપ્ટેમ્બર સુધી લંબાવી દીધુ છે. હવે કામ કરવાની રીતમાં ફેરફારની અસર કામની રીતોમાં રજાઓ લેવા અને આપવાની રીતો પર પણ પડી રહ્યો છે. કેટલીક કંપનીઓએ હવે અનલિમીટેડ રજાઓના નિયમો શરૂ કરી દીધા છે. એટલે કે તમે ઇચ્છો તે કેટલીય રજાઓ લઇ શકો છો. આનો અર્થ એ થયો કે તમારે હવે સીએલ, એન્યૂઅલ કે માત્ર લીવ અપ્રૂવલ કરાવવા માટે મેનેજરની સહમતી નથી જોઇએ. 


એચઆર વિશેષણોએ બતાવ્યો, બેસ્ટ આઇડિયા.....
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની રિપોર્ટ પ્રમાણે કેટલાક એચઆર એક્સપર્ટ્સની નજરમાં આ એક સારો આઇડિયા છે. જોકે કેટલાક એચઆર એક્સપર્ટ એ પણ માને છે કે આનાથી કર્મચારીઓ પર વધુ બોઝ પડી શકે છે. તેમનુ કહેવુ છે કે આનાથી કર્મચારીઓ પર જરૂર કરતા વધારે જવાબદારી નાંખવામાં આવી શકે છે. કર્મચારીઓના મનમાં એ સવાલ આવી શકે છે કે શું અનલિમીટેડ રજાઓનો અર્થ અનલિમીટેડ રિસ્પૉન્સિબિલીટી છે. 


નવા વર્ક કલ્ચરની શરૂઆત...
કેટલાક એક્સપર્ટનુ માનવુ છે કે 'લીવ ફૉર ઇનકેશમેન્ટ'ની જગ્યાએ 'લીવ ફૉર પર્પઝ' વધુ બેસ્ટ પગલુ ગણી શકાય છે. તેમનુ કહેવુ છે કે કેટલાક લોકો આ નવા કન્સેપ્ટ પ્રત્યે આશંકા જગાવી રહ્યાં છે. જો અનલિમીટેડ રજાઓનો સિલસિલો શરૂ થાય છે તો ઓફિસોમાં આ નવા વર્ક કલ્ચરની શરૂઆત થઇ શકે છે. બની શકે કે કોરોના કાળમાં વર્ક ફ્રૉમ હૉમની સુવિધા આપનારી મોટાભાગની ઓફિસો રજાઓ આપવાની આ રીતને અપનાવી લે.