ઉન્નાવમાં ગેંગરેપ પીડિતાને જીવતી સળગાવી દેવાના કેસના મુદ્દે ઘેરાયેલી ઉત્તરપ્રદેશ સરકારે હવે પોલીસ અધિકારીઓ પર કડક એક્શન લીધા છે. નોંધનીય છે કે, શુક્રવારે રાત્રે પીડિતાનું દિલ્હીના સફદરગંજમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ઉન્નાવના એસપી વિક્રાંત વીરે આ કેસમાં બેદરકાર રહેવાના આરોપ હેઠળ બિહાર સ્ટેશન ઈન્ચાર્જ અજય ત્રિપાઠી સહિત બે ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દીધા છે. આ સિવાય 4 સિપાહીઓને પણ સસ્પેન્ડ કર્યા છે.

આ અગાઉ રવિવારે બપોરે પીડિતાના મૃતેદહને ગામમાં દફન કરવામાં આવ્યો હતો. શુક્રવારે રાત્રે પીડિતાનું દિલ્હીના સફદરગંજમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ગુરૂવારે સવારે ગેંગરેપના આરોપીઓએ તેને જીવતી સળગાવવાના પ્રયાસ કર્યાં હતાં. આ આરોપીઓને અદાલતે કેટલાંક દિવસો પહેલા જામીન પર મુક્ત કર્યાં હતા. આ ઘટનાના મુદ્દે યોગી સરકાર પર વિપક્ષ સતત શાબ્દિક હુમલો કરી રહ્યા છે.