નવી દિલ્હીઃ યુપીના ઉન્નાવમાં વર્ષ 2017માં યુવતીને અપહરણ અને રેપના મામલે દોષી ઠેરવેલા બીજેપી સસ્પેન્ડેડ ધારાસભ્ય કુલદીપ સિંહ સેન્ગરની સજા પર આજે ચર્ચા થશે. સુનાવણી બપોરે 12.30 વાગે થશે.
દિલ્હીની તીસ હજારી કોર્ટે સોમવારે સેન્ગરને આ મામલે દોષી ઠેરવ્યો હતો. જિલ્લા જજ શર્માએ જોકે, મામલામાં અન્ય એક આરોપી શશી સિંહને બધા આરોપોમાંથી મુક્ત કરી દીધી છે. સેન્ગરને આઇપીસી અંતર્ગત રેપ અને પોક્સો અધિનયિમ અંતર્ગત દોષી ઠેરવવાયો છે. જે પ્રમાણે સેન્ગરને ઓછામાં ઓછી 10 વર્ષની સા અને વધારેમાં વધારે ઉંમરકેદની સજાની જોગાવાઇ છે.
કોર્ટે સીબીઆઇને પણ આ મામલે ઝાટકતાં કહ્યું કે, પીડિતાએ પોતાનો અને પરિવારનો જીવ બચાવવા માટે આ કેસને મોડો રજિસ્ટર કરાવ્યો હતો. કોર્ટે કહ્યું કે, અમે પીડિતાના મનની વ્યથાને સમજીએ છીએ. કોર્ટે કહ્યું કે ગેન્ગરેપ વાળા કેસમાં સીબીઆઇએ એક વર્ષ ચાર્જશીટ દાખલ કરવામાં કેમ લગાવ્યુ?