UP: ગુજરાતની સાબરમતી જેલમાં બંધ પૂર્વ સાંસદ અને ઉત્તર પ્રદેશના બાહુબલી નેતા અતીક અહેમદને ઉત્તર પ્રદેશ લાવવામાં આવી રહ્યો છે. આજે સવારે યુપી પોલીસ તેને લાવવા ગુજરાત પહોંચી છે. આ સ્થિતિમાં વાહન પલટી જવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જ્યારે આ મુદ્દે સપા પ્રમુખ અખિલેશ યાદવને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે અખિલેશ યાદવે કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ તેમના મંત્રીઓને કહ્યું હશે કે ગાડી પલટી જશે. તેથી જ તેમના મંત્રીઓ આવા તમામ નિવેદનો આપી રહ્યા છે.


અખિલેશ યાદવે વધુમાં કહ્યું હતું કે, વાહન પલટી જવાનો આ રેકોર્ડ ક્યાંય નહીં જાય. હંમેશા એક રેકોર્ડ રહેશે, જ્યારે તમે ઈચ્છો ત્યારે તમને રેકોર્ડ મળશે. જાહેર છે કે, ગેંગસ્ટર અતીક અહેમદ હાલમાં સાબરમતી જેલમાં બંધ છે. ઉમેશ પાલ મર્ડર કેસમાં તેની પૂછપરછ થવાની છે. આથી તેને ઉત્તર પ્રદેશ લાઈ જવામાં આવી રહ્યો છે.


યુપી લાવવાની તૈયારી
ઉમેશ પાલ હત્યા કેસમાં અતીક અહેમદ અને તેનો ભાઈ અશરફ આરોપી છે. અતીક અહેમદ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે, જ્યારે અશરફ હાલમાં બરેલી જેલમાં કેદ છે. યુપી પોલીસ ગેંગસ્ટર અતીકને ગુજરાતની જેલમાંથી પ્રયાગરાજ લાવવાની તૈયારી કરી રહી છે. મળતી માહિતી મુજબ પોલીસ અતીકને રોડ માર્ગે પ્રયાગરાજ લાવશે. આમાં લગભગ 36 કલાક લાગી શકે છે. યુપી પોલીસ રવિવારે બપોરે 3 વાગ્યે અતીકને સાબરમતી જેલમાંથી બહાર કાઢશે. આ પહેલા આતિકનો મેડિકલ ટેસ્ટ પણ જેલમાં જ કરવામાં આવશે.


ગુજરાત પોલીસે અતીકના સેલમાં હાથ ધરી તપાસ
સૂત્રોના જણાવ્યા અનુસાર અતીકને પ્રયાગરાજ લાવવા માટે શિવપુરીથી ઝાંસીનો માર્ગ અપનાવવામાં આવશે. જ્યારે આતિકના ભાઈ અશરફને પણ બરેલી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવી શકે છે. આ પહેલા શુક્રવારે રાત્રે 1700 જેટલા પોલીસકર્મીઓ અને અધિકારીઓએ ગુજરાતની જેલોમાં અચાનક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આમાં સૌથી ખાસ સાબરમતી જેલ હતી, જેમાં અતિક અહેમદને રાખવામાં આવ્યો હતો. આ દરોડાનો હેતુ જેલોમાંથી કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ ચાલે છે કે કેમ તે જાણવાનો તેમજ જેલમાં કેદીઓને નિયમોનુસાર સુવિધાઓ યોગ્ય રીતે આપવામાં આવી રહી છે કે કેમ તે જોવાનો હતો. આ સઘન સર્ચ ઓપરેશનમાં સ્નિફર ડોગ્સને પણ કામે લગાડવામાં આવ્યા હતા.


અતીક ઉમેશ પાલ હત્યા કેસમાં આરોપી
ઉમેશ પાલ 25 જાન્યુઆરી, 2005ના રોજ થયેલા બીએસપી ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસમાં મુખ્ય સાક્ષી હતો. ઉમેશ પાલના 28 ફેબ્રુઆરી 2006ના રોજ તેને જુબાની આપવાથી રોકવા માટે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઉમેશ પાલે કોર્ટમાં પોતાનું નિવેદન બદલ્યું હતું. ઉમેશ પાલે ધૂમનગંજ પોલીસ સ્ટેશનમાં અતિક અહેમદ અશરફ અને દિનેશ પાસી વિરુદ્ધ એક વર્ષ પછી એટલે કે વર્ષ 2007માં અપહરણ અને બળજબરીથી નિવેદનો લેવાના કેસમાં FIR નોંધાવી હતી.


આ કેસમાં ઉમેશ પાલની જુબાની સતત ચાલી રહી હતી અને 24 ફેબ્રુઆરી 2023ના રોજ જ્યારે ઉમેશ પાલ તેની જુબાની પૂરી કરીને ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન તેની હત્યા કરવામાં આવી હતી. ઉમેશ પાલ અપહરણ કેસમાં કોર્ટે 17 માર્ચ 2018ના રોજ સુનાવણી પૂર્ણ કર્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. જ્યારે 28 માર્ચે સાંસદ-ધારાસભ્ય કોર્ટ બરેલી જેલમાં બંધ અતીક અહેમદ તેમજ તેના ભાઈ અશરફ અને તેના નજીકના મિત્ર દિનેશ પાસી અંગે ચુકાદો આપશે.