લખનઉઃ ઉત્તર પ્રદેશના બીજેપી ઉપાધ્યક્ષ દયા શંકર સિંહને બીએસપી પ્રમુખ માયવતી માટે આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યા હતો. આ બીજેપી નેતાએ ટિકિટ વેચાણ મામલે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, માયાવતી જે રીતે કીંમત કરી રહી છે તે રીતે એક વેશ્યા પણ પોતાના ધંધામાં કરતી નથી. દયા શંકર સિંહે મઉમાં આ વિવાદિત નિવેદન આપ્યું હતું. આ મામલે બીજેપીએ કાર્યવાહી કરતા બીજેપીના દયા શંકર સિંહને પાર્ટીના અધ્યક્ષ પદથી હટાવી દીધા છે.

ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી છે. ઉત્તરપ્રદેશના ભાજપના વાઇસ પ્રેસિડેન્ટ દયાશંકર સિંહે બહુજન સમાજવાદી પાર્ટીના વડા માયાવતીની સરખામણી વેશ્યા સાથે કરતા ભારે વિવાદ પેદા થયો હતો. દયાશંકર સિંહે માયાવતી પર ટિકિટ વેચવાનો આરોપ લગાવી આરોપ લગાવ્યો હતો. જોકે, ભાજપના નેતા અરુણ જેટલીએ સંસદમાં આ ટિપ્પણીની ટીકા કરી હતી.

બીએસપી સાંસદ સતીશ ચંદ્ર મિશ્રાએ માંગ કરી હતી કે દયાશંકર સિંહ પર એસસી/એસટી એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવે. દયાશંકર સિંહની આ ટિપ્પણી પર ભાજપના પ્રદેશ પ્રમુખ કેશવ પ્રસાદ મૌર્યએ માફી માંગી હતી. આ મુદ્દે માયાવતીએ જણાવ્યું હતું કે, આના પરથી બીજેપીની વિચારસરણીની જાણ થાય છે. તે સાથે માયાવતીએ કહ્યું કે બીજેપીની હતાશા જણાવી રહી છે કે ઉત્તરપ્રદેશમાં બીએસપીની તાકાત વધી રહી છે.

માયાવતીએ રાજ્યસભામાં કહ્યું કે, ફક્ત દુખ પ્રગટ કરવાથી કામ નહીં ચાલે. દયાશંકર સિંહને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવે અને તેમના પર કાર્યવાહી કરવાની માંગ કરીએ છીએ. નોંધનીય છે કે મીડિયા સાથેની વાતમાં દયાશંકર સિંહે કહ્યુ હતું કે, માયાવતી ટિકિટ વેચે છે. તે આવડી મોટી નેતા છે, ત્રણ વખત રાજ્યની મુખ્યમંત્રી રહી છે છતાં તે તેને ટિકિટ આપે છે જે એક કરોડ રૂપિયા આપવા રાજી થાય છે. જો કોઇ બે કરોડ રૂપિયા આપી દે તો તેને ટિકિટ આપી દે છે અને જો કોઇ 3 કરોડ રૂપિયા આપે તો તેને ટિકિટ આપી દે છે. આજે તેનું ચરિત્ર વેશ્યાથી ખરાબ છે.