Face Mask Mandatory in UP: ઉત્તર પ્રદેશમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા રાજ્યના કેટલાક શહેરોમાં ફરી એકવાર માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. સી એમ યોગી આદિત્યનાથે દિલ્હીને અડીને આવેલા ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, મેરઠ, હાપુડ, બાગપત, બુલંદશહર સહિત લખનૌમાં માસ્ક ફરજિયાત બનાવ્યા છે. છેલ્લા એક સપ્તાહથી યુપીમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારબાદ રાજ્ય સરકારે સાવચેતીના પગલા તરીકે આ નિર્ણય લીધો છે.


યુપીના આ જિલ્લાઓમાં માસ્ક જરૂરી


ઉત્તર પ્રદેશમાં છેલ્લા ચાર દિવસથી કોરોનાના 100 થી વધુ કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં યુપીમાં 115 નવા કેસ નોંધાયા છે, જે બાદ રાજ્યમાં કોરોનાના કુલ સક્રિય કેસની સંખ્યા વધીને 695 થઈ ગઈ છે. જાન્યુઆરી મહિના પછી આ પહેલીવાર છે જ્યારે રાજ્યમાં કોરોનાના આટલા કેસો જોવા મળી રહ્યા છે. મોટાભાગના કેસ માત્ર દિલ્હીને અડીને આવેલા નોઈડા અને ગાઝિયાબાદમાં જોવા મળી રહ્યા છે. યુપીના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં નોઈડામાં 65, ગાઝિયાબાદમાં 20 અને લખનૌમાં 10 કોરોનાના નવા કેસ નોંધાયા છે.


યોગી સરકારે આપ્યા નિર્દેશ


આ પહેલા પણ સીએમ યોગીએ એનસીઆર અને તેની આસપાસના જિલ્લાઓમાં વહીવટીતંત્રને એલર્ટ મોડ પર રહેવા સૂચના આપી હતી. જે બાદ હવે નોઈડા, ગાઝિયાબાદ, લખનૌ, હાપુડ, મેરઠ, બુલંદશહેર અને બાગપતમાં ફરીથી માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. આ સાથે, સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે કે આ જિલ્લાઓમાં જેમને રસી આપવામાં આવી નથી તેઓને વહેલી તકે ઓળખવામાં આવે અને રસી આપવામાં આવે અને જે લોકોમાં લક્ષણો દેખાય છે તેમની તાત્કાલિક તપાસ કરવામાં આવે.


આ પણ વાંચોઃ


Petrol Diesel Price: દેશના કયા રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ છે સૌથી મોંઘુ અને સૌથી સસ્તું, જાણો કિંમતમાં કેટલો છે તફાવત


Crude Oil Prices: પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી ભડકો થવના એંધાણ, ક્રૂડ ઓઈલમાં યુટર્ન, જાણો પ્રતિ બેરલ ભાવ કેટલે પહોંચ્યો