યુપી ચૂંટણી 2022: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. રવિવારે પાંચમા તબક્કા માટે મતદાન થવાનું છે. પાંચમા તબક્કામાં 12 જિલ્લાની 61 વિધાનસભા બેઠકો પર ઉમેદવારોના ભાવિનો ફેંસલો થઈ રહ્યો છે. પાંચમા તબક્કામાં ઉત્તર પ્રદેશના પૂર્વ વિસ્તારમાં રાજકીય ફેંસલો થશે.  પાંચમા તબક્કામાં અમેઠી, રાયબરેલી, સુલતાનપુર, ચિત્રકૂટ, પ્રતાપગઢ, પ્રયાગરાજ, અયોધ્યા અને ગોંડા જેવી મહત્વની બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. પાંચમા તબક્કામાં કુલ 692 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં ​​બંધ થવા જઈ રહ્યું છે.


12 જિલ્લા, 61 બેઠકો અને 692 ઉમેદવારો


પાંચમા તબક્કામાં અનેક રાજકીય દિગ્ગજોનું ભાવિ પણ દાવ પર છે. આ તબક્કામાં ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના ભાવિનો નિર્ણય સિરાથુ વિધાનસભા સીટ પર પણ થશે. આ સિવાય કોંગ્રેસ વિધાયક દળના નેતા આરાધના મિશ્રા રામપુર ખાસથી લડી રહ્યા છે, જ્યારે રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા કુંડા સીટથી ચૂંટણી મેદાનમાં છે. ઉત્તર પ્રદેશ સરકારમાં પણ કેબિનેટ મંત્રી સિદ્ધાર્થનાથ સિંહ પ્રયાગરાજ પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદી પ્રયાગરાજ દક્ષિણથી ચૂંટણી લડી રહ્યા છે.


પાંચમા તબક્કામાં અનેક દિગ્ગજની કિસ્મત દાવ પર છે


પાંચમા તબક્કા માટેનો પ્રચાર શુક્રવારે સાંજે 6 વાગ્યે સમાપ્ત થઈ ગયો છે. મતદાન રવિવારે સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. બીજી તરફ છઠ્ઠા તબક્કા માટે 3 માર્ચે અને સાતમા તબક્કા માટે 7 માર્ચે મતદાન થશે. આ પછી 10 માર્ચે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે.


શું યૂપી ચૂંટણી બાદ  BJP સાથે આવશે BSP? માયાવતીએ આપ્યો જવાબ



બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી(mayawati)એ ભાજપ(BJP) સાથે ગઠબંધનની શક્યતા અંગેની અટકળોને નકારી કાઢી છે. તેમણે કહ્યું છે કે તેમની પાર્ટી ભાજપ સાથે ગઠબંધન નહીં કરે. આ સાથે તેમણે કહ્યું કે બસપા કોઈ પાર્ટીની બી ટીમ નથી અને તેમના સમર્થકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો થઈ રહ્યા છે. માયાવતીએ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને ભાજપ પર જાતિવાદી માનસિકતા ફેલાવવાનો આરોપ લગાવ્યો. માયાવતીએ પ્રશ્ન કર્યો હતો કે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન શા માટે કર્યું હતું અને પછી શું તે લોકસભા ચૂંટણીમાં બસપાની બી-ટીમ હતી. તેમણે કહ્યું કે મીડિયાએ પણ આ વાત લોકોને જણાવવી જોઈએ.


માયાવતીએ કહ્યું કે અમે અમારી પૂર્ણ બહુમતની સરકાર બનાવવા માટે લડી રહ્યા છીએ. સર્વ સમાજના લોકોને અમારી પાર્ટીએ ટિકિટ આપી. આઝાદી પછી મોટાભાગની કોંગ્રેસની સરકાર કેન્દ્ર અને રાજ્યોમાં હતી. આ પક્ષોની સરકારે ભીમરાવ આંબેડકરને ભારત રત્નથી સન્માનિત કર્યા નથી. કોંગ્રેસ પાર્ટી જ્યારે કેન્દ્ર અને રાજ્યોમાંથી સત્તામાંથી બહાર આવે છે ત્યારે દલિતો, આદિવાસીઓની વાત કરે છે. સપા સરકારમાં ગુંડાઓ, બદમાશો અને માફિયાઓનું શાસન હતું. તોફાનો, રમખાણોના કારણે અહીં તણાવ હતો. અમારી સરકારના જનહિતની મોટાભાગની યોજનાઓમાં સપા સરાકારે ફેરફાર કર્યો.