UP Election 5th Phase Voting LIVE: પાંચમા તબક્કામાં બપોરે 1 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું ?

UP Elections Update: પાંચમા તબક્કા માટે કુલ 2.24 કરોડ મતદારો મત આપશે. આ તબક્કામાં કુલ 61 બેઠકો પર 692 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 27 Feb 2022 02:19 PM
બપોરે 1 વાગ્યા સુધીમાં કેટલું વોટિંગ

યુપીમાં પાંચમા તબક્કામાં બપોરે એક વાગ્યા સુધીમાં સરેરાશ 34.83 ટકા મતદાન થયું છે. બપોર હોવા છતાં ઘણા બુથ પર મહિલાઓ મોટી સંખ્યામાં મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી છે.

11 વાગ્યા સુધી મતદાનનો આંકડો

ઉત્તરપ્રદેશમાં પાંચમાં તબક્કામાં સવારે 11 વાગ્યા સુધીમાં 21.39 ટકા મતદાન થયું છે. ચિત્રકૂટમાં સૌથી વધુ 25.59 ટકા અને બારાબંકીમાં સૌથી ઓછું 18.67 ટકા વોટિંગ થયું છે.





અયોધ્યામાં સંતો-મહંતોમાં મતદાનને લઈ ઉત્સાહ

અયોધ્યામાં શ્રી હનુમંત સંસ્કૃત અનુસ્નાતક કોલેજમાં સંતો અને મહંતોએ પોતાનો મત આપ્યો. હનુમાનગઢી વ્યાસના પૂજારી દિગપાલ દાસે પણ પોતાનો મત આપ્યો હતો.





પ્રથમ બે કલાકમાં કેટલું મતદાન

ઉત્તર પ્રદેશમાં પાંચમા તબક્કામાં પ્રથમ બે કલાક દરમિયાન 8 ટકા મતદાન થયું છે. અનેક કેન્દ્રો પર વહેલી સવારથી જ મતદારોએ લાઈન લગાવી છે.





અમેઠી સહિત આ જિલ્લામાં મતદાન

કોંગ્રેસનો ગઢ ગણાતા અમેઠી અને રાયબરેલીમાં પણ પાંચમા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. અન્ય જે જિલ્લાઓમાં મતદાન થશે તેમાં સુસ્તાનપુર, ચિત્રકૂટ, પ્રતાપગઢ, પ્રયાગરાજ, બારાબાંકી, ગોંડા સહિત કુલ 12 જિલ્લાઓનો સમાવેશ થાય છે.

આ દિગ્ગજ નેતાઓનું ભાવિ થશે કેદ

આ તબક્કામાં મોટા નેતાઓનું ભવિષ્ય ઇવીએમમાં કેદ થશે તેમાં ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, અપના દલના પલ્લવી પટેલ, રઘુરાજ પ્રતાપસિંહ ઉર્ફે રાજા ભૈયા, મંત્રીઓ વગેરેનો સમાવેશ થાય છે.





મતદાનવાળા વિસ્તારમાં મોદી, રાહુલ, સોનિયા, અખિલેશની થઈ છે રેલી

જે વિસ્તારોમાં મતદાન થઈ રહ્યું છે  તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી, બસપા સુપ્રીમો માયાવતી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ પ્રચાર કર્યો હતો. દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે સપા પોતાને સમાજવાદી ગણાવે છે જ્યારે હકિકતમાં માત્ર સૈફઇ પરિવાર જ રાજ કરી રહ્યું છે.

બ્રેકગ્રાઉન્ડ

UP Elections: ઉત્તર પ્રદેશમાં રવિવારે પાંચમા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં કુલ 61 બેઠકો પર 692 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થશે. સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. પાંચમા તબક્કા માટે કુલ 2.24 કરોડ મતદારો મત આપશે. જ્યારે સૌથી ચર્ચાસ્પદ અયોધ્યામાં પણ રવિવારે મતદાન યોજાશે જ્યાં ભાજપ અને સપા વચ્ચે ખરાખરીની ટક્કર જોવા મળી રહી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.