UP Election Result 2022: ઉત્તર પ્રદેશમાં જનતાએ ફરી એકવાર ભાજપને સરકાર બનાવવાની તક આપી છે. ભાજપને અહીં એકલા હાથે 255 બેઠકો મળી છે, જ્યારે સહયોગી પક્ષોની બેઠકોની સંખ્યા સાથે જીતનો આંકડો 272 પર પહોંચી ગયો છે. પાર્ટીના કાર્યકરો અને નેતાઓ યુપી, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ઐતિહાસિક જીતથી ઉત્સાહિત છે. ભાજપ અને સાથી પક્ષોના નેતાઓ અને કાર્યકરો હોળીની ઉજવણીમાં અત્યારથી જ ડૂબી ગયા છે. તો એ જ યુપીમાં સમાજવાદી પાર્ટીને નિરાશા હાથ લાગી છે. જ્યારે કોંગ્રેસ અને  બસપાને રાજકીય  જમીન સરકતી જોવા મળી  છે.ઉત્તર પ્રદેશમાં એવી ઘણી બેઠકો છે જ્યાં હાર-જીતનું માર્જિન ખૂબ જ ઓછું હતું. મતદારોએ NOTA નો વિકલ્પ પસંદ કર્યો તેની ઘણી બેઠકોના ચૂંટણી પરિણામો પર નોંધપાત્ર અસર પડી.


આ બેઠકો પર જીત અને હારનું સૌથી ઓછું માર્જિન


1. યુપીમાં બડૌત વિધાનસભા સીટ પર બીજેપી ઉમેદવાર ક્રિષ્ન પાલ મલિક જીત્યા. તેમણે આરએલડીના જયવીરને માત્ર 315 મતોથી હરાવ્યા. અહીં લોકોએ NOTA પર 579 વોટ આપ્યા, જેના કારણે હરીફાઈ ઘણી રોમાંચક બની ગઈ.


2. વિલાસપુર વિધાનસભા સીટ પર ભાજપના બલદેવ ઓલખને જીત મળી. તેમણે અહીં સમાજવાદી પાર્ટીના અમરજીત સિંહને માત્ર 307 વોટથી હરાવ્યા.


3. ચાંદપુર વિધાનસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર સ્વામી ઓમવેશ જીત્યા. ઓમવેશે ભાજપના કમલેશ સૈનીને 234 મતોથી હરાવ્યા હતા


4. બીજેપીની અર્ચના પાંડેએ માત્ર 1,111 મતોના માર્જિનથી છિબરામઉ જીતી. અહીં તેણે અરવિંદ સિંહ યાદવને ખૂબ જ ઓછા અંતરથી હરાવ્યા. લોકોએ અહીં NOTA પર 1775 મત આપ્યા


5. નટહૌર વિધાનસભા સીટ પર બીજેપીના ઓમ કુમારે આરએલડીના મુનશી રામને માત્ર 258 વોટથી હરાવ્યા.


6. નકુડ વિધાનસભા બેઠક પરથી ભાજપના મુકેશ ચૌધરી માત્ર 315 મતોથી જીત્યા. મુકેશ ચૌધરીએ સમાજવાદી પાર્ટીના ધરમ સિંહ સૈનીને હરાવ્યા


7. રામનગર બેઠક પરથી, સમાજવાદી પાર્ટીના ફરીદ મહફૂઝે ભાજપના શરદ અવસ્થીને 261 મતોના માર્જિનથી હરાવ્યા.


8. ભાજપના અશોક રાણાએ ધામપુર વિધાનસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના નઈમ ઉલ હસનને માત્ર 203 મતોથી હરાવ્યા.


9. ઈસૌલી વિધાનસભા બેઠક પર  સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મોહમ્મદ તાહિર ખાને ભાજપના ઓમ પ્રકાશ પાંડેને 269 મતોથી હરાવ્યા હતા.


10. કુર્સી વિધાનસભા બેઠક પરથી ભાજપના સંકેન્દ્ર પ્રતાપે સમાજવાદી પાર્ટીના રાકેશ વર્માને 217 મતોથી હરાવ્યા. આ સિવાય બીજી ઘણી સીટો પર જીત અને હારનું માર્જીન પણ ઘણું ઓછું હતું.


સૌથી વધુ મતોથી જીતનાર ઉમેદવાર


1. સાહિબાબાદ વિધાનસભા બેઠક પરથી બીજેપીના સુનિલ કુમાર શર્મા 2.14 લાખ મતોના માર્જિનથી જીત્યા, તેમણે અમરપાલ શર્માને મોટા માર્જિનથી હરાવ્યા.


2. યોગી આદિત્યનાથ ગોરખપુર શહેરમાંથી 1 લાખથી વધુ મતોથી જીત્યા


3. બીજેપીના પંકજ સિંહે 1.81 લાખ મતોના માર્જિનથી નોઈડા સીટ જીતી


4. દાદરીથી ભાજપના તેજપાલ સિંહ નાગર 1,38,218 મતોની સરસાઈથી જીત્યા


5. શ્રીકાંત શર્મા મથુરાથી 1,09,803ના માર્જિનથી જીત્યા