UP Elections 2022: ઉત્તરપ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચાર માટે 30 સ્ટાર પ્રચારકોની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતમાંથી સ્ટાર પ્રચારક તરીકે હાર્દિક પટેલના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સોનિયા ગાંધી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ગુલામ નબી આઝાદ, અશોક ગેહલોત, ભૂપેશ બધેલ, સચિન પાયલટના પણ નામ છે.


વીડિયો વાનના ઉપયોગને લઈ ચૂંટણી પંચે જાહેર કર્યા દિશાનિર્દેશ


ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે વીડિયો વાનનો ઉપયોગ કરવા સંબંધિત માર્ગદર્શિકા જારી કરી છે. આ અંતર્ગત કોઈપણ જગ્યાએ 30 મિનિટથી વધુ સમય સુધી વિડિયો વેનના રોકાવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પંચે તમામ મુખ્ય ચૂંટણી અધિકારીઓને એક પત્ર જારી કર્યો છે અને રાજકીય પક્ષો દ્વારા વીડિયો વાનનો ઉપયોગ કરવા સંબંધિત માર્ગદર્શિકા જારી કરી છે. કોરોના સંક્રમણના ફેલાવાને રોકવા માટે ચૂંટણી પંચે રેલીઓ આયોજિત કરવા પરનો પ્રતિબંધ 31 જાન્યુઆરી સુધી લંબાવ્યો છે. જો કે, કમિશને શનિવારે કોવિડ પ્રોટોકોલને અનુસરીને વધુમાં વધુ 500 દર્શકોની હાજરીમાં વીડિયો વાન દ્વારા ખુલ્લી જગ્યાઓમાં પ્રચાર કરવાની મંજૂરી આપી હતી.


ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં મતદાન


- 10 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશમાં પહેલાં તબક્કાનું મતદાન


- 14 ફેબ્રુઆરીએ યુપીમાં બીજા તબકકાનું મતદાન


- 20 ફેબ્રુઆરીએ યુપીમાં ત્રીજા તબકકાનું મતદાન


- 23 ફેબ્રુઆરીએ યુપીમાં ચોથા તબકકાનું મતદાન


- 27 ફેબ્રુઆરીએ યુપીમાં પાંચમાં તબકકાનું મતદાન


- 3 માર્ચે યુપીમાં છઠ્ઠા તબકકાનું મતદાન


- 7 માર્ચે યુપીમાં સાતમાં તબકકાનું મતદાન


- 10 માર્ચે પરિણામ