UP Elections 2022: લખનઉમાં કેટલાક લોકોએ કન્હૈયા કુમાર પર શાહી ફેંકી હતી. આ ઘટના કોંગ્રેસ પાર્ટીના કાર્યાલયમાં બની હતી. કન્હૈયા કુમાર લખનઉ સેન્ટ્રલ સીટ માટે કોંગ્રેસના ઉમેદવાર સદફ ઝફરના નોમિનેશનમાં ભાગ લેવા માટે ત્યાં પહોંચ્યા ત્યારે તેમના પર સ્યાહી ફેંકવામાં આવી હતી. આ અંગે કોંગ્રેસના નેતાઓનો દાવો છે કે ફેંકવામાં આવેલી સ્યાહી નહીં પરંતુ એક પ્રકારનું એસિડ છે. જોકે, સદનસીબે કથિત રીતે એસીડ કન્હૈયા કુમાર પર પડ્યું ન હતું. સ્યાહી ફેંકવામાં આવી તે દરમિયાન કેટલાક ટીપાં નજીકમાં ઉભેલા 3-4 યુવકો પર પડ્યા હતા.


કોંગ્રેસે અભિનેત્રી, સામાજિક કાર્યકર સદફ ઝફરને લખનઉ સેન્ટ્રલ સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે. સદફ ઝફર ઉત્તર પ્રદેશના લખનઉની છે. તે વ્યવસાયે શિક્ષક અને અભિનેત્રી રહી ચુકી છે. હાલમાં, તે સામાજિક કાર્યકરની ભૂમિકા ભજવીને કોંગ્રેસ સાથે સંકળાયેલી છે. નોંધનીય છે કે સદફ ઝફરે ફિલ્મ નિર્માતા મીરા નાયરની ફિલ્મ 'અ સ્યુટેબલ બોય'માં અભિનેત્રીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં તેના અભિનયના ખૂબ વખાણ થયા હતા. હાલમાં તે તેના બે બાળકો સાથે લખનઉમાં રહે છે.


નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન યુપી પોલીસે લખનઉથી તેની ધરપકડ કરી હતી.  રમખાણો અને હત્યાના ગુનામાં ધરપકડ બાદ સદફ ઝફર હાલમાં જામીન પર જેલની બહાર છે.


ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં મતદાન


- 10 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશમાં પહેલાં તબક્કાનું મતદાન


- 14 ફેબ્રુઆરીએ યુપીમાં બીજા તબકકાનું મતદાન


- 20 ફેબ્રુઆરીએ યુપીમાં ત્રીજા તબકકાનું મતદાન


- 23 ફેબ્રુઆરીએ યુપીમાં ચોથા તબકકાનું મતદાન


- 27 ફેબ્રુઆરીએ યુપીમાં પાંચમાં તબકકાનું મતદાન


- 3 માર્ચે યુપીમાં છઠ્ઠા તબકકાનું મતદાન


- 7 માર્ચે યુપીમાં સાતમાં તબકકાનું મતદાન


- 10 માર્ચે પરિણામ


આ પણ વાંચોઃ Union Budget 2022: બજેટ દરમિયાન નાણામંત્રીએ પહેરેલી સાડી છે ખાસ, જાણો કેમ કરી પસંદગી


Union Budget 2022:  બજેટને લઈ શેરબજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ શું કહ્યું ?


IPL 2022 મેગા ઓક્શનને લઈ BCCIએ કરી મોટી જાહેરાત, આટલા ખેલાડીઓની લાગશે બોલી


નીરજ ચોપડાએ ટીમ ઈન્ડિયાના વિકેટકિપર પંત સાથે શેર કરી તસવીર, બંનેએ એકબીજાને લઈ કહી આ વાત