નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ દરેક પક્ષો જોરશોરથી કરી રહ્યાં છે. સત્તાધારી પક્ષ બીજેપી પણ આમાં પોતાનુ તમામ જોર લગાવવા પ્રયાસ કરી રહ્યું છે. બીજી તરફથી પ્રાદેશિક પાર્ટીઓ પણ બીજેપીને ઉખાડી ફેંકવા માટે તમામ હથકંડા અપનાવી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે એક મોટી રાજકીય ખબર સામે આવી છે કે મુલાયમ સિંહના ઘરમાં બીજેપીની એન્ટ્રી લગભગ નક્કી છે. 


સુત્રો અનુસાર, અપર્ણા યાદવની બીજેપી સાથે વાતચીત ફાઇનલ થઇ ગઇ છે, અપર્ણા યાદવે 2017 વિધાનસભા ચૂંટણી લખનઉની કેન્ટ બેઠક પરથી લડી હતી. કેન્ટ વિધાનસભા ક્ષેત્રમાં 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં અપર્ણા યાદવ બીજા નંબર પર રહી હતી. તે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બહુગુણા જોશી સામે હારી ગઇ હતી. જોકે અપર્ણા યાદવને લગભગ 63 હજાર મતો મળ્યા હતા. ખાસ વાત છે કે અપર્ણા યાદવ મુલાયમ સિંહની નાની પુત્રવધુ છે. 


સમાજવાદી પાર્ટીની નાની વહુ અપર્ણા યાદવ હંમેશાથી જ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોદી આદિત્યનાથ અને પીએમ મોદીની પ્રસંશા કરતી આવી છે. એટલે સુધી કે તેને રામ મંદિર માટે 11 લાખ 11 હજારનો ફાળો પણ આપ્યો હતો. આની સાથે દત્તાત્રેય હોસબલેની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહક બનાવવા પર તેની સાથે પોતાની તસવીર પણ શેર કરી હતી. એટલે માની શકાય કે સપાના ઘરમાં જ બીજેપીએ મોટી સ્ટ્રાઇક કરી દીધી છે. 


ઉલ્લેખનીય છે કે, 10 ફેબ્રુઆરી 2022માં યુપીમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાવવાનુ છે. 


આ પણ વાંચો.........


India Corona Cases Today: ભારતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, છેલ્લા 24 કલાકમાં 2,71,202 લોકો થયા સંક્રમિત, 314 લોકો મોતને ભેટ્યા


પબજીમાં દવાના વેપારીના દીકરાએ 17 લાખ રૂપિયા ગુમાવ્યા, પિતરાઇ ભાઇ સહિત ચાર લોકોની ધરપકડ


Rajasthan Weekend Lockdown: કોરોનાની ચેઇન તોડવા ગુજરાતને અડીને આવેલા આ મોટા રાજ્યમાં લગાવાયું 31 કલાકનું સંપૂર્ણ લોકડાઉન, જાણો શું ખુલ્લું રહેશે


દમણમાં હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડે 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું, પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યો


છેલ્લા ત્રણ વર્ષથી ડેટ કરનારુ ટીવીનુ આ સ્ટાર કપલ આગામી મહિને બંધાશે લગ્ન ગ્રંથીથી, જાણો કોણ છે.......


આ પાંચ ફિચર્સથી બદલાઇ જશે Whatsapp યૂઝર્સને એક્સપીરિયન્સ, જાણો વિગતે