નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો લાગી શકે છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી આજે દિલ્હી પ્રવાસે છે ત્યારે કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા નેતા તથા પૂર્વ સાંસદ કીર્તિ આઝાદ ટીએમસીમાં સામેલ થઈ શકે છે. તેઓ દિલ્હીમાં તૃણમુલ કોંગ્રેસની સભ્યતા લેશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.  


કીર્તિ આઝાદ ભારત તરફથી 7 ટેસ્ટ અને 25 વન ડે રમ્યા છે. જેમાં તેમણે અનુક્રમે 135 રન અને 269 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેમણે 3 અને વન ડેમાં 7 વિકેટ લીધી છે.




ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 7579 નવા કેસ નોંધાયા છે અને 236 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 12,202 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. આજે નોંધાયેલા કેસ 543 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ છે.  દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 536 દિવસની નીચલી સપાટી 1,13,584 પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 3698 કેસ નોંધાયા છે અને 75 સંક્રમિતોના મોત થયા છે. સોમવારે દેશમાં 8488 નવા કેસ નોંધાયા હતા અને 236 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. ભારતમાં સતત બીજા દિવસે 10 હજારથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં 117,63,73,499 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 71,92,154 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 63,34,89,439 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 9,64,980 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.


કુલ કેસઃ 3 કરોડ 45 લાખ 08 હજાર 413


કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 39 લાખ 46 હજાર 749


એક્ટિવ કેસઃ 1 લાખ 13 હજાર 584


કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 66 હજાર 147