Big Decision of UP Government: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે નોકરી કરતી મહિલાઓ માટે મોટો આદેશ જાહેર કર્યો છે. યોગી સરકારે મહિલા કર્મચારીઓ માટે આદેશ જાહેર કરતા કહ્યું હતું કે કોઈ પણ મહિલા કર્મચારી સાંજે 7 વાગ્યા પછી અને સવારે 6 વાગ્યા પહેલા ઓફિસમાં નહીં હોય. આ આદેશમાં યોગી સરકારે એમ પણ કહ્યું છે કે જો કોઈ મહિલા કર્મચારીને ખાસ સંજોગોમાં રોકવામાં આવે છે તો તેના માટે લેખિત પરવાનગી લેવી પડશે. આ સિવાય મહિલાઓને કંપની તરફથી ફ્રીમાં વાહનો આપવાના રહેશે. જે કંપનીઓમાં મહિલાઓ કામ કરી રહી છે, તે કંપનીઓએ પણ મહિલાઓ માટે વધારાની વ્યવસ્થા કરવી પડશે.


યોગી સરકારના આ નિર્ણય બાદ હવે ઉત્તર પ્રદેશમાં કોઈ પણ મહિલાને નાઈટ શિફ્ટમાં કામ કરવા માટે બોલાવી શકાશે નહીં. એટલું જ નહી મહિલાઓને મોડી રાત સુધી  ડ્યુટી કરવી પડશે નહીં. યોગી સરકારે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. સીએમ યોગીએ જાહેર કરેલા આદેશમાં કહેવામાં આવ્યુ છે કે આ નિર્ણય સરકારી સંસ્થાઓથી લઈને ખાનગી સંસ્થાઓ સુધી દરેક પર સમાન રીતે લાગુ કરવામાં આવશે. જો સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવામાં નહીં આવે તો સંસ્થા સામે કાર્યવાહી કરવામાં આવશે.


ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું કે હવે કોઈ પણ મહિલા કર્મચારી સાંજે 7 વાગ્યા પછી અને સવારે 6 વાગ્યા પહેલા ઓફિસમાં કામ કરવા માટે નહીં પહોંચે. જો કોઈ મહિલા કર્મચારીને કોઈ ખાસ સંજોગોમાં સાંજે સાત વાગ્યા પછી રોકવી જરૂરી હોય તો સંસ્થાએ સૌપ્રથમ લેખિતમાં પરવાનગી લેવી પડશે, ત્યારબાદ તે મહિલાને ઘરે જવા માટે મફતમાં વાહનની સુવિધા આપવી પડશે. જો કોઈ સરકારી કે ખાનગી સંસ્થા યુપી સરકારની આ ગાઈડલાઈનનું પાલન નહી કરે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ સંસ્થા મહિલા કર્મચારીને સાંજે 7 વાગ્યા પછી રોકે છે અથવા સવારે 6 વાગ્યા પહેલા ફોન કરે છે અને મહિલા કર્મચારી આમ કરવાનો ઇનકાર કરે છે, તો સંસ્થા તેને કાઢી શકશે નહીં. કર્મચારીની લેખિત સહમતિ પછી જ મહિલાઓને નાઇટ શિફ્ટ માટે બોલાવી શકાશે.


મીડિયા સાથે વાત કરતા ઉત્તર પ્રદેશના અધિક મુખ્ય સચિવ શ્રમ સુરેશ ચંદ્રાએ કહ્યું કે મહિલા કર્મચારીની લેખિત સહમતિ પછી જ તેને સાંજે 7 વાગ્યા પછી અથવા સવારે 6 વાગ્યા પહેલા ઓફિસ બોલાવી શકાશે. સરકારની આ માર્ગદર્શિકા પછી પણ કામ કરવું કે નહીં તે કંપનીની જરૂરિયાત પર નહીં પણ મહિલા કર્મચારી પર નિર્ભર રહેશે. લેખિતમાં નાઇટ શિફ્ટની મંજૂરી આપતી મહિલાઓ માટે કંપનીએ પિક એન્ડ ડ્રોપ મફતમાં આપવાનું રહેશે. જો કોઈ મહિલા કર્મચારી નાઈટ શિફ્ટ કરવા માંગતી નથી અને તેને બળજબરીથી બોલાવવામાં આવી રહી છે તો સરકાર કંપની સામે કાર્યવાહી કરશે.