ઉલ્લેખનીય છે કે કોરોનાનો પ્રકોપ એટલો વધારે ફેલાઈ ગયો છે કે સમગ્ર દેશમાં લોકડાઉન છે. એવામાં જે લોકો જ્યા હતા ત્યા જ રહી હતા અને કોઈ એક જગ્યાએથી બજી જગ્યા પર ન જઈ શક્યા. એવામાં સૌથી વધુ મુશ્કેલી મજૂરોને થઈ રહી છે જે પોતાના રાજ્યમાંથી બીજા રાજ્યમાં કામ કરવા માટે ગયા છે. દિલ્હી-મુંબઈ જેવા શહેરોમાં તો ઘણી વખત એ પ્રકારની સ્થિતિ પણ સર્જાઈ કે મજૂરોએ પોતાના રાજ્યમાં જવા માટે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જેના કારણે ઘણી વખત લોકડાઉનનું ઉલ્લંઘન પણ થયું હતું.
ઘણી વખત એ પ્રકારની તસવીરો પણ સામે આવી કે મોટા-મોટા શહેરોમાંથી મજૂરોના ટોળા લોકડાઉન દરમિયાન પોતાના ગામડે જવા માટે હજારો કિલોમીટર પગપાળા નિકળી પડ્યા હતા. આ તમામ પરિસ્થિતિથી બચવા માટે યૂપી સરકારે મોટું પગલુ ઉઠાવ્યું છે.
છ દિવસ પહેલા જ રાજસ્થાનના કોટમાં યૂપીની આશરે 250 બસો વિદ્યાર્થીઓને લેવા માટે પહોંચી હતી. વિદ્યાર્થીઓ લોકડાઉનના કારણે અહીં ફસાયા હતા. બાદમાં ઉત્તરપ્રદેશ સરકારે 8 હજાર વિદ્યાર્થીઓને કોટાથી યૂપી લાવવા માટે વ્યવસ્થા કરી હતી.