નવી દિલ્હીઃ હાથરસ મામલા પર સુપ્રીમ કોર્ટમાં કાલે થનારી સુનાવણી પહેલા યુપી સરકારે એફિડેવિટ દાખલ કરી છે. કોર્ટે રાજ્ય સરકાર પાસે પીડિત પરિવારની સુરક્ષા અને તેમને વકીલ ઉપલબ્ધતા પર જવાબ આપવાનુ કહ્યું હતુ. રાજ્ય સરકારે આ પાસાઓના જવાબ આપવા ઉપરાંત સુપ્રીમ કોર્ટ પાસે આગ્રહ કર્યો કે તે સીબીઆઇ તપાસ પર નજર રાખે. તપાસ પુરી કરવાની પણ સમય સીમા નક્કી કરે.

ગયા અઠવાડિયે હાથરસ મામલામાં દાખલ જનહિત અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ એસ એ બોબડેની અધ્યક્ષતા વાળી બેન્ચે સરકાર પાસે ત્રણ પાસાઓ પર જવાબ માંગ્યો હતો. કોર્ટે પીડિત પરિવાર અને સાક્ષીઓની સુરક્ષા પર પુછ્યુ હતુ. કોર્ટે એ પણ પુછ્યુ હતુ કે શું પીડિત પરિવારે વકીલ નિયુક્ત કરી લીધો છે? શું તેમને આ કેસમાં કોઇ મદદની જરૂર છે? સાથે સાથે કેસની હાલની સ્થિતિ પર પણ જાણકારી માંગી હતી.

યુપી સરકારે જવાબમાં આવુ બતાવ્યુ
યુપી સરકારે જવાબમાં બતાવ્યુ કે, તેમને પીડિત પક્ષના ગામ અને ઘર પર પર્યાપ્ત સુરક્ષા અવેલેબલ કરાવી છે. પોલીસ અને રાજ્ય અર્ધસૈનિક દળોની કેટલીક ટીમો નિયુક્ત કરવામાં આવી છે. ઘરની બહાર રાજ્ય પીએસીની એક ટીમ સ્થાઇ રીતે કેમ્પ કરી રહી છે. પીડિતાના પિતા, માતા, બે ભાઇઓ, ભાભી અને દાદીને પણ ખાનગી સુરક્ષાકર્મીઓ આપવામાં આવ્યા છે, ઘરની બહાર ફાયર બ્રિગેડની એક ગાડી સ્થાઇ રીતે તૈનાત છે. ઘરના બહારના ભાગમાં 8 સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. આવુ કરતા એ વાતનુ પણ ધ્યાન રાખવામાં આવ્યુ છે કે પરિવારની પ્રાઇવસીનુ ઉલ્લંઘન ના થાય.

યુપી સરકારે કોર્ટમાં એ પણ જણાવ્યુ કે, પીડિત પરિવારે પોતાના તરફથી વકીલ સીમા કુશવાહા અને રાજ રતનને નિયુક્ત કર્યા છે. બન્ને તેમના માટે હાજર થઇ રહ્યાં છે.