લખનઉઃ કોરોના વાયરસના કહેર વચ્ચે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે કેદીઓને લઇને મોટો નિર્ણય કર્યો છે. યોગી સરકાર રાજ્યની જેલમાં બંધ 11 હજાર કેદીઓને આઠ સપ્તાહ માટે પર્સનલ બોન્ડ પર મુક્ત કરવા જઇ રહી છે. સાત વર્ષથી ઓછી સજા હોય તેવા ગુનાઓ માટે જેલમાં બંધ આ કેદીઓને સોમવારથી મુક્ત કરવામાં આવશે.


અગાઉ મહારાષ્ટ્રની સરકારે કોરોના વાયરસને કારણે કેદીઓને મુક્ત કરવાની જાહેરાત કરી હતી. યોગી સરકારે જેલમાં ભીડ ઓછી કરવા આ નિર્ણય લીધો છે જેથી જેલમાં કોરોના ફેલાય નહીં. રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 50 પર પહોંચી ગઇ છે.

જ્યારે ભારતમાં કોરોના વાયરસની દર્દીઓની સંખ્યા 930 પહોંચી ચૂકી છે. જેમાં 22 દર્દીઓના મોત થયા છે જ્યારે 82 લોકો સ્વસ્થ થઇને ઘરે ગયા છે. વડાપ્રધાન મોદીએ કોરોનાને ફેલાવતો અટકાવવા માટે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે.