Ayesh Noori News: યુપીમાં સરકાર અને પોલીસે માફિયાઓ સામે લાલ આંખ કરી છે, અને હવે એક પછી એક માફિયાઓ પર મોટી કાર્યવાહી થઇ રહી છે. આ કડીમાં હવે માફિયા અતીક અહેમદની બહેન આયેશા નૂરીની સરેન્ડર કરી શકે છે, આયેશા નૂરીની સરેન્ડર અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. પ્રયાગરાજની CJM કોર્ટમાં આજે બપોરે 2 વાગે આ અરજી પર સુનાવણી હાથ ધરાશે, આની સામે પ્રયાગરાજ પોલીસે પણ કોર્ટમાં આજે પોતાનો જવાબ રજૂ કરવો પડશે. છેલ્લી કેટલીક સુનાવણીમાં પોલીસે પોતાનો જવાબ આપ્યો નથી. હવે જોવાનું એ રહેશે કે આજે પોલીસ વતી કોર્ટમાં જવાબ દાખલ કરવામાં આવે છે કે નહીં. ઉમેશ પાલ હત્યાકાંડ કેસમાં પોલીસે પોતાની તપાસમાં આયેશા નૂરીનું નામ એક આરોપી તરીકે દાખલ કર્યુ છે. મનાય છે કે, ગુડ્ડુ મુસ્લિમ મેરઠમાં આયેશા નૂરીના ઘરે રોકાયો હતો.


આયેશા નૂરી પર આરોપ છે કે, શૂટર ગુડ્ડુ મુસ્લિમને આશરો આપવા અને આર્થિક રીતે મદદ કરી હતી. પોલીસે આ પહેલા જ આયેશા નૂરીના પતિ ડૉ. અખલાક અહેમદની ધરપકડ કરીને તેમને જેલના હવાલે કરી દીધા છે. 


પોલીસ રિપોર્ટના આધારે લેવાશે નિર્ણય - 
ગયા મહિને પણ આ મામલે કેટલીય વાર સુનાવણી થઈ હતી, જોકે સરેન્ડર અંગે નિર્ણય લેવામાં આવ્યો ન હતો. આ પહેલા આયેશા નૂરીની સરેન્ડર અરજી પર સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી. પ્રયાગરાજ પોલીસે 29 એપ્રિલે સુનાવણી દરમિયાન રિપોર્ટ આપ્યો ન હતો. જેના કારણે CJM કોર્ટે સુનાવણી માટેની 29 એપ્રિલની તારીખ નક્કી કરી હતી. હવે પોલીસના રિપોર્ટના આધારે જ કોર્ટે આગળનો નિર્ણય લેશે. 


વળી, બીજીબાજુ પોલીસે અતીક અહેમદની પત્ની શાઈસ્તા પરવીનને માફિયા જાહેર કરી દીધી છે. એક કેસમાં નોંધાયેલી એફઆઈઆરમાં પોલીસે શાઈસ્તાને માફિયા ગણાવી છે, અને કહ્યું છે કે તે પોતાની સાથે શૂટર પણ રાખે છે. પોલીસ અનુસાર શાઇસ્તા સાથે ફરતો શૂટર એ જ છે જે ઉમેશ પાલ હત્યાકાંડ કેસમાં પણ આરોપી છે. પોલીસે ઉમેશ પાલ હત્યાકાંડ કેસમાં વૉન્ટેડ આરોપી સાબીરને હાલમાં પોલીસે શાઇસ્તા પરવીનના શૂટર તરીકે પાંચ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યુ છે. 


 


Umesh Pal Murder Case : શાઇસ્તા મુદ્દે મોટો ખુલાસો, અતીકના છેલ્લા દિદાર કરવા રોકાઇ હતી ઝફરના ઘરે


Umesh Pal Murder Case :શાઇસ્તા તેના પતિના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે અતીકના વફાદાર ઝફરના ઘરે રોકાઈ હતી. ઝફરનો પુત્ર અતીન લખનૌમાં તેની સાથે રહેતા માફિયા અતીકના પુત્ર અસદનો મિત્ર હતો.


માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદના મૃત્યુ બાદ પોલીસ એ વિચારીને સતર્ક થઈ ગઈ હતી કે અતીકની પત્ની શાઈસ્તા તેના પતિને  વિદાય આપવા ચોક્કસ આવશે. જોકે પોલીસને શાઈસ્તાના આગમન વિશે કોઈ માહિતી મળી ન હતી અને એવું કહેવામાં આવ્યું હતું કે, શાઈસ્તાએ તેના પતિ અને સાળાને અંતિમ શ્રદ્ધાંજલિ પણ આપી ન હતી, પરંતુ હવે અહેવાલ છે કે શાઈસ્તા પરવીન ગુપ્ત રીતે તેના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા આવી હતી.


ઉમેશ પાલ મર્ડર કેસની આરોપી શાઈસ્તા પરવીન તેના પતિ અને દિયરનાઅંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે પ્રયાગરાજમાં હતી. મળતી માહિતી મુજબ, શાઇસ્તા ખુલદાબાદમાં અતીકના વફાદાર ઝફરુલ્લાહના ઘરે રહેતી હતી. આ દરમિયાન શાઇસ્તાની સાથે પાંચ લાખનું ઇનામી સાબીર પણ હાજર હતો. શાઈસ્તા તેના પતિના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે પ્રયાગરાજમાં જ રોકાઈ હતી, પરંતુ પોલીસને તેના વિશે કોઈ સુરાગ પણ ન મળ્યો અને બધાને લાગ્યું કે શાઈસ્તા પ્રયાગરાજ પહોંચી નથી.


શાઇસ્તા અતિકના વફાદારના ઘરે રોકાઈ









પ્રયાગરાજ પોલીસે ઉમેશ પાલના હત્યારાઓને આશ્રય આપવાના કેસમાં અસદના મિત્ર અતિનની ધરપકડ કરી છે. અતિને અસદનો બીજો આઈફોન પોલીસને રિકવર કર્યો છે. જણાવી દઈએ કે અતિનના પિતા ઝફર પહેલાથી જ લખનૌ જેલમાં બંધ છે.