Uttar Pradesh News: બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી (Bageshwar Dham, Dhirendra Krishna Shastri) એ પ્રયાગરાજ (Prayagraj) ના માઘ મેળામાં ફરી એકવાર હિન્દુ રાષ્ટ્ર માટે હૂંકાર ભરી છે. તેમને ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવા માટે સંતો પાસેથી આશીર્વાદ અને સમર્થન માંગ્યુ છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ માઘ મેળામાં હાલ શ્રદ્ધાળુઓને જાતીઓના બંધન તોડીને હિન્દુઓને એક થવાની અપીલ કરી છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્વામી પ્રસાદ મૌર્ય (Swami Prasad Maurya)નું નામ લીધા વિના તેમના પર નિશાન સાધ્યુ છે. તેમને કહ્યું કે, દેશમાં કાયરો, કપટીઓ અને ક્રૂર લોકોથી મોટો ખતરો છે. આવા લોકો ધર્મ અને દેશ બન્નેનું નુકશાન કરેર છે, હિન્દુ રાષ્ટ્રના મુદ્દા પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્પષ્ટતા પણ કરી છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, હું ના કોઇ રાજનેતા છું, ના રાજનીતિ કરુ છું, અને ના મીડિયામાં જગ્યા બનાવવા માટે હિન્દુ રાષ્ટ્રની વાત કરી રહ્યો છું. પ્રયાગરાજ તીર્થોનો રાજા છે. હું અહીં માત્ર ને માત્ર એક જ પ્રાર્થના કરી રહ્યો છું. આ પ્રાર્થના હિન્દુ રાષ્ટ્ર માટે છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, આ મુદ્દા પર સંત સમાજ તેમની સાથે છે, સંત સમાજ તેમને પોતાના આશીર્વાદ અને સમર્થન આપી રહ્યાં છે, અને જેને સંતોના આશીર્વાદ મળી જાય છે, તેના માટે કંઇપણ અસંભવ નથી રહેતુ. તેને તમામ હાંસલ થઇ જાય છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, જો બધા જ લોકો એકજૂથ થઇ જાય તો ભારત હિન્દુ રાષ્ટ્ર બની શકે છે. તેમને શ્રધ્ધાળુઓ પાસે હાથ ઉઠાવીને હિન્દુ રાષ્ટ્રના અભિયાન માટે સંકલ્પ પણ લેવડાવ્યો.
ઉલ્લેખનીય છે કે બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી આજે સવારે 10 વાગે પ્રયાગરાજના માઘ મેળામાં પહોંચ્યા હતા, જ્યાં તેમને સૌથી પહેલા સંગમ પર ગંગા યમુના અને અદ્રશ્ય સરસ્વતીના ત્રિવેણીની ધારામાં આસ્થાની ડુબકી લગાવી હતી. તેમને સંગમ પર પૂજા અર્ચના કરી અને ત્યારબાદ કેટલાય સંતોના પંડાલમાં ગયા અને સંતોના આર્શીવાદ લીધા હતા. તેમને સંતો પાસેથી હિન્દુ રાષ્ટ્રના મુદ્દા પર સમર્થન માંગ્યુ.
શું કહ્યું ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ -
આ અગાઉ એક વીડિયો જાહેર કરીને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે આજે, 27 તારીખ છે અને અમે યાત્રા પર નીકળ્યા છે. હું 2-3 દિવસની યાત્રા પર છું. બાગેશ્વર બાલાજીના ચરણોની કૃપાથી અને સન્યાસી બાબાની કૃપાથી જે યજ્ઞ થવા જઇ રહ્યો છે, તેમાં તમામ સ્થાનોના તીર્થોના સંતો મહાપુરુષોને આમંત્રણ આપવા માટે અમે નીકળ્યા છીએ. અમે બહુ જલદી ફરી બાગેશ્વર ધામ આવી રહ્યાં છીએ. હિમાલયની દિવ્ય ભૂમિ અને ઉત્તરાખંડના ક્ષેત્ર જ્યાં મોટા મોટા ઋષિ મુનિ અને મહાત્માના સ્થાનોના પદચિન્હોના આશીર્વાદ લઇને અમે તમામ સંતોને આમંત્રણ આપી રહ્યાં છીએ. અમે બહુ જલદી બાગેશ્વર આવીશું. તમે બધા ઇન્તજાર કરો અને સનાતનનો ઝંડો લગાવી રાખો. 'કાયદે મે રહેંગે તો ફાયદે મે રહેંગે'....
વધી રહી છે લોકપ્રિયતા -
વળી, વિવાદોની વચ્ચે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેમના વિરોધીઓ અને સમર્થકોની સંખ્યા પણસતત વધી રહી છે. તેમના પર ચમત્કારના માધ્યમથી અંધવિશ્વાસ ફેલાવવાનો આરોપ છે. વળી, કેટલાક મુસ્લિમ ધર્મગુરુ તેમના પર ધર્માંતરણ કરાવવા અને ઇસ્લામને કમજોર કરવાનું કાવતરુ રચવાનો આરોપ લગાવી રહ્યાં છે. મહારાષ્ટ્રની નાગપુરની સંસ્થા અંધશ્રદ્ધા ઉન્મૂલન સમિતિએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર કેટલાય ગંભીર આરોપ લગાવ્યા છે. આરોપ છે કે, તે જાદુ ટોળાને પ્રોત્સાહન આપી રહ્યાં છે, અને ધર્મના નામ પર લોકોને ગુમરાહ કરી રહ્યાં છે.