UP Nikay Chunav 2023 Voting Live: ભીષણ ગરમી વચ્ચે મતદાન મથકો પર વોટર્સની લાંબી લાઈન, અનેક જગ્યાએ EVM ખરાબ

UP Nikay Chunav 2023 Live: સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 11 May 2023 04:47 PM

બ્રેકગ્રાઉન્ડ

UP Nikay Chunav 2023:  ઉત્તર પ્રદેશમાં નગરપાલિકા ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કા હેઠળ ગુરુવારે રાજ્યના 38 જિલ્લાઓમાં મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે અને સાંજે...More

યુપી નગરપાલિકા ચૂંટણીના બીજા તબક્કામાં બપોરે 3 વાગ્યા સુધી 40.8 ટકા મતદાન

યુપી નગરપાલિકા ચૂંટણીના બીજા તબક્કામાં 38 જિલ્લાઓમાં મતદાન ચાલી રહ્યું છે. 3 વાગ્યા સુધી 40.80 ટકા મતદાન થયું છે, જેમાં સૌથી વધુ મતદાન બાગપતમાં 53.96 ટકા અને કાનપુર નગરમાં સૌથી ઓછું 32.84 ટકા મતદાન નોંધાયું છે. આ સિવાય ગૌતમ બુદ્ધ નગરમાં 53.29 ટકા, મેરઠમાં 41.49 ટકા, બુલંદશહરમાં 52.27 ટકા અને બરેલીમાં 36.95 ટકા મતદાન નોંધાયું હતું.